________________
મનના વિકૃત સ્વરૂપ અને તેના ખોટા માર્ગગમનથી થનારી આફતથી તમારી જાતને બચાવી લો. મન રમતિયાળ બાળક જેવું છે. મનના ધસમસતા વેગને કાબૂમાં લઈ સત્યને માર્ગે સરળતાપૂર્વક વહેવડાવવો જોઈએ. તો જ તે સત્ત્વથી ભરપૂર બની શકે. માટે જ તેને સતત ઈશ્વર કે સત્યનું જ ચિંતન કરવાની ટેવ પાડવી જોઈએ.
જો તમારા અધ્યાત્મ માર્ગે ઝડપી પ્રગતિ સાધવી હોય તો તમારા દરેક સંકલ્પ પર ચોકી પહેરો બેસાડો. સંકલ્પશૂન્ય મન હંમેશાં આનંદશૂન્ય હોય છે. તે સેતાનનું કારખાનું બની જાય છે. માટે હંમેશાં મનનશીલ બનો ને તમારા મનનું સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરો. મનની દરેક ઊર્મિને, વિચારને નિયમનમાં રાખો.
તમારી અંતઃપ્રેરણાને અધ્યાત્મમાર્ગે વાળી ઉદાત્ત બનાવો. અધમ સંકલ્પ એ સૌથી ભયંકર ચોર છે. જ્ઞાનરૂપી તલવારથી આ ચોરને કાપી નાખો. હંમેશાં તમારા મનમાં નવીન દિવ્ય આંદોલનો કે સંકલ્પપ્રવાહો ઉત્પન્ન કરો. તમારા વિચારોને શુદ્ધ, પ્રાણવાન, ઉદાત્ત અને ચોક્કસ બનાવો. આથી તમને અપાર આધ્યાત્મિક બળ ને શાંતિ મળશે.
તમારો પ્રત્યેક સંકલ્પ રચનાત્મક અને ભવ્ય હોવો જોઈએ. દરેક સંકલ્પ પ્રકાશના વક્રકિરણ જેવો છે. બધા સંકલ્પોને જડમૂળથી ઉખેડી નાખો. હૃદયની અંદર જે ખરી જ્યોતિ બિરાજે છે તેને જ પ્રાપ્ત કરો. જો આત્મસાક્ષાત્કાર પામવાની તમારી ઇચ્છા હોય તો બધી કલ્પનાઓને તરંગોને એકદમ અટકાવી દો. મનની ઊર્મિઓને આવેગોને શુદ્ધ કરી કાબૂમાં લો. તમારા જાગૃત જીવનમાં અંતસ્તલમાં વિશાળ આંત૨ દિવ્ય ચેતન જીવન આવેલું છે.
બધી જ ટેવોનું સંસ્કારોનું ઉદ્ભવસ્થાન આ આંતરચેતન સ્તર છે. બાહ્ય વિષય પદાર્થોમાં દોડતા આ જાગૃત જીવન કરતાં અંતર્ગત ચેતન જીવન અનેકગણું શક્તિશાળી છે. યોગના અભ્યાસ દ્વારા તમે આંતરજીવનના ઊંડા પ્રવાહ પર અધિકાર મેળવી તમારી ઇચ્છા પ્રમાણે તેને વાળી કે બદલી શકશો. મનમાં રહેલા કોઈ પણ એક દુર્ગુણને લો અને દ૨૨ોજ સવારમાં તેથી વિરોધી સદ્ગુણનું ચિંતન કરો. આમ દરરોજ અભ્યાસ કરો. આથી તે દુર્ગુણ જલદી ચાલ્યો જશે. દાખલા તરીકે રોજ સવારમાં દયાના સદ્ગુણનું ચિંતન કરો અને દિવસ દરમ્યાન તેને આચરણમાં મૂકો. આથી તમારામાં સત્વર દયાની ભાવના ઉત્પન્ન થશે.
૭૧