________________
થાય છે, ત્યારે જીવનની અપ્રિય વસ્તુઓની યાદી આપનારા મારા મનના ખાનાને હું બંધ કરી દઉં છું, ને વધારે આનંદદાયક વિચારોવાળા મનના ખાનાને હું ઉઘાડું છું. જ્યારે મને સૂવાની ઇચ્છા થાય ત્યારે મનનાં બધાં જ ખાનાં બંધ કરી દઉં છું.'
૬. અશુભ, હલકા વિચારોને મનમાં પ્રવેશતાં અટકાવો
ધારો કે અશુભ વિચારો તમારા મનમાં ૧૨ કલાક રહે છે, અને દર ત્રીજે દિવસે ફરીથી આવે છે. જો તમે રોજની નિયમિત એકાગ્રતાને ધ્યાન દ્વારા તેમને ૧૦ કલાક જ રહેવા દો અને અઠવાડિયામાં માત્ર એક વખત ફરીથી આવવા દો તો એ દેખીતી પ્રગતિ છે. જો તમે આમ અભ્યાસમાં મંડ્યા રહેશો તો તેમનો રહેવાનો ને ફરીથી આવવાનો સમય ધીમે ધીમે તદ્દન ઓછો થઈ જશે. છેવટે તેઓ તદ્દન નાશ પામશે.
તમારી હાલની માનસિક સ્થિતિને ગયા વરસની અને તે પહેલાંની સ્થિતિ સાથે સરખાવો. આથી તમે તમારી પ્રગતિ જાણી શકશો. શરૂઆતમાં પ્રગતિ બહુ જ ધીમી જણાશે. ત્યારે તમારા વિકાસ ને પ્રગતિનું માપ કાઢવાનું તમને મુશ્કેલ જણાશે.
..
ખોટા વિચારોને જરા પણ આવકારો નહિ
પહેલાં ખોટા વિચાર મનમાં પ્રવેશ કરે છે, ત્યાર બાદ પ્રબળ ખોટી કલ્પના ઉત્પન્ન થાય છે, જેમાં તમને આનંદ આવે છે. આથી તમે તેને મનમાં વધારે વખત સ્થાન આપો છે. ધીમે ધીમે આ ખોટા વિચારનો વિરોધ ન થતાં તમારા મનમાં તે પોતાનો અડ્ડો જમાવે છે. ત્યાર બાદ તેને હાંકી કાઢવાનું કામ બહુ જ મુશ્કેલ થઈ પડે છે. કહેવત છે કે ‘‘દુષ્ટને આંગળી આપો તો કાંડું પકડશે.’' દુષ્ટ વિચારોને પણ આ લાગુ પડે છે. ૮. ખરાબ વિચારને ઊગતા પહેલાં જ દાબી દો
જેમ કોઈ કૂતરો કે ગધેડું આપણા ઘરમાં પ્રવેશ કરવા આવે ત્યારે આપણે તરત જ બારણું બંધ કરી દઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ ખરાબ વિચાર તમારા મનમાં પ્રવેશ કરી મગજ ઉપર ખરાબ છાપ પાડે તે પહેલાં જ તેને મનમાં આવતો અટકાવી દો. આથી તમે થોડા સમયમાં જ જ્ઞાની થશો અને શાશ્વત સુખશાંતિ પ્રાપ્ત કરશો.
કામ, લોભ ને અહંતાને દૂર કરો. માત્ર શુદ્ધ વિચારોને જ મનમાં સ્થાન
૬૩