SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સામે તેને ગ્રહણશીલ બનાવું છું, અને ઉચ્ચ પ્રેરક અસર માટે તેને ખુલ્લું રાખું છું.” મનના આવાં ચોક્કસ ને સતત ભાન પૂર્વકના વલણથી થોડી વારમાં ટેવ પડી જાય છે. આવા સતત અભ્યાસથી જીવનમાં દશ્ય તેમ જ અદશ્ય તત્ત્વો તરફથી આવતી અધમ ને અનિચ્છનીય અસરો બંધ થઈ જાય છે અને ઉચ્ચ અસરો સહેલાઈથી કામ કરી શકે છે. જેટલા પ્રમાણમાં તેને આવકારવામાં આવે તેટલા પ્રમાણમાં તેઓ મનમાં પ્રવેશ કરી પોતાની સુંદર અસર નીપજાવે છે. મનમાં શ્રદ્ધા તેમ જ સંશય બંને સાથે જ રહે છે. “ઈશ્વર છે કે નહિ” . તે બાબતમાં પ્રથમ સંશય ઉત્પન્ન થાય છે. આને સંશયભાવના કહે છે. મને બ્રહ્મસાક્ષાત્કાર થશે કે નહિ ?” તેવો બીજો સંશય પેદા થાય છે. ત્યારે અંદરથી કોઈ બીજો જવાબ દે છે. “ઈશ્વર કે બ્રહ્મ સત્ય છે. તે હાથમાંના આંગળાની પેઠે નક્કર સત્ય પદાર્થ છે, તે જ્ઞાન ને આનંદના સમૂહરૂપ છે-પ્રજ્ઞાનઘન ચિધન ને આનંદઘન છે. અવશ્ય હું તેનો સાક્ષાત્કાર કરીશ.” આવી રીતે આપણને જ્ઞાન થતું જાય છે, વિચારો અસ્પષ્ટ અને અસ્થિર હોય છે; તેઓ મનમાં આવજા કર્યા કરે છે. માટે આપણે શુભ સંકલ્પોને કેળવીને મનમાં સ્થિર કરવા જોઈએ કે જેથી તેઓ મનમાં કાયમ માટે રહી શકે. વિચારોને ચોક્કસ ને શુદ્ધ કરવાથી મનમાંથી ચિંતા અને ગોટાળો દૂર થઈ શકશે. ઈશ્વર છે કે નથી? આત્મસાક્ષાત્કાર હું કરી શકીશ કે નહિ ?” આવી શંકા ઉત્પન્ન થાય ત્યારે “ઈશ્વર સત્ય છે ને હું જરૂર આત્મ-સાક્ષાત્કાર કરી શકીશ. આ બાબતમાં જરા પણ સંશય નથી.” આવા સ્પષ્ટ હકારાત્મક સૂચન સંકલ્પ દ્વારા શંકાનો નાશ કરવો જોઈએ. “મારા શબ્દકોષમાં કરી શકું નહિ”, “અશક્ય”, “મુશ્કેલ', એવા શબ્દો જ નથી.” આ બાબતને મનમાં નિશ્ચયપૂર્વક ઠસાવી રાખો. આ પૃથ્વી પર બધું જ સંભવિત છે. જ્યારે તમે દઢ નિશ્ચય કરો ત્યારે કોઈ વસ્તુ મુશ્કેલ રહેતી નથી. બળવાન નિશ્ચય અને દઢ મનોબળ દરેક કાર્યમાં અને ખાસ કરીને મન પર વિજય મેળવવામાં નક્કર પરિણામો લાવશે. ૩. અસહકારની ભાવના દ્વારા મનોજય મન જ્યારે મલિન વિચારોમાં રખડવા માંડે ત્યારે તેને સાથ આપો નહિ.
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy