________________
૧૦. વિચાર નિયમનથી ઉત્પન્ન થતી અતિમાનુષી શક્તિઓ
મનની ગૂઢ શક્તિઓ પર કાબૂ ધરાવનાર શક્તિશાળી માણસ પોતાની એકાગ્ર શક્તિથી આખી સભાનાં માણસો પર હિપ્રોટિઝમ કરી શકે છે અને દોરડા પર ચડવાનો ખેલ કરી બતાવે છે કે તે આકાશમાં લાલ દોરડું ફેકે છે અને સભાસદોને સૂચન આપે છે તે આ દોરડા દ્વારા આકાશમાં ચડશે ને તરત જ આંખના ઈશારામાં તો અદૃશ્ય થઈ જાય છે. પણ આનો ફોટોગ્રાફ લેતાં તેમાં કંઈ જ દેખાતું નથી.
સંકલ્પમાં રહેલી શક્તિઓને સમજો ને જીવનમાં ઉતારો. મનમાં છુપાયેલી - ગૂઢ શક્તિઓને પ્રકટ કરો. આંખો બંધ કરો. મનને એકાગ્ર કરો અને મનના આંતર પ્રદેશમાં ડૂબકી મારો.