________________
૬. ગાઢ મૌલિક વિચારસરણી માટે ધ્યાન
આ
યોગ્ય ને સત્ય વિચાર શું એ ઘણાખરાને ખબર હોતી જ નથી. તેઓના વિચાર છીછરા હોય છે. જૂજ લોકો જ ગાઢ ઊંડા વિચારો કરી શકે છે. દુનિયામાં વિચારકોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
ઊંડા વિચાર માટે ધ્યાનની જરૂર છે. મનને શુદ્ધ બનાવવાને માટે અસંખ્ય જન્મોની જરૂર પડે છે ત્યારે જ તે ગાઢ ને યોગ્ય ચિંતન કરી શકે છે.
વેદાન્તીની વિચારસરણી સત્ય, મૌલિક ને સરળ છે. વેદાન્તીની સાધના (મનન, ધ્યાન, વગેરે) માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે.
સતત મનન, ચિંતન, સ્પષ્ટ નિદિધ્યાસન, વસ્તુ તેમ જ પરિસ્થિતિના મૂળમાં થતું મૌલિક ચિંતન, બધી વસ્તુઓને આવરી લેતું વિશાળ ચિંતન એ વેદાંતી સાધનાનું હાર્દ છે.
જ્યારે કોઈ સુંદર, ઉન્નત કે પ્રેરક વિચાર તમે ગ્રહણ કરો ત્યારે તમારા જૂના વિચારને તજવો જ પડે. પછી ભલે તે ગમે તેટલો મજબૂત ને સ્થિર હોય !
તમારા ચિંતનથી નિષ્પન્ન થતાં પરિણામો જીરવવાની તમારામાં હિંમત કે તાકાત ન હોય, તે ગમે તમે તેટલાં હિતકારક હોય છતાં તમે તેને ગ્રહણ કરી શકો તેમ ન હો, તો તમારે તત્ત્વજ્ઞાનની માથાકૂટમાં પડવું નહિ. તમારે માટે ભક્તિમાર્ગ સારો છે.
૭. સતત ચિંતન માટે જરૂરી ધ્યાન
વિચાર એ મહાન શક્તિ હોવાથી તેમાં અગાળ બળ રહેલું છે. આ શક્તિને શ્રેષ્ઠ રીતે તેમ જ અસરકારક રીતે કેવી રીતે વાપરી શકાય તે જાણવું અગત્યનું છે. ધ્યાન દ્વારા જ કામ સરસ રીતે પાર પાડી શકાય.
વહેવારિક વિચારશક્તિ એટલે જે વસ્તુ કે કાર્ય આપણે કરવાનું હોય તેના ઉપર મનને લગાડવું ને એકાગ્રતા એટલે ચિંતન સતત રાખવું તે. આ બન્ને ક્રિયાથી જેમ જેમ મન વિકાસ પામતું જાય છે તેમ તેમ તે શુદ્ધ, શાંત ને સ્થિર થતું જાય છે.
જ્યારે વસ્તુનું એકાગ્ર ચિંતન સતત હોય અને જ્યારે તેમાંથી મનને આનંદ, શાંતિ અને સુખ પ્રાપ્ત થાય ત્યારે તેને ધ્યાન કહે છે.
૪૪