________________
૫.
સંકલ્પબળનો વિકાસ
૧. નૈતિક શુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું સંકલ્પબળ
જે માણસ હંમેશાં સત્ય બોલે છે અને જેનું જીવન નૈતિક શુદ્ધિવાળું હોય છે તેના વિચારોમાં ઘણું બળ હોય છે. જેણે ખૂબ અભ્યાસ તથા યોગથી ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે તેની સંકલ્પશક્તિ અગાધ હોય છે. જેની સંકલ્પશક્તિ તીવ્ર છે એવો યોગી એક શબ્દ બોલે તો પણ બીજાના મન પર એકદમ સચોટ અસર થવાની જ.
સત્ય, સહૃદયતા, પરિશ્રમ, વગેરે ગુણો માનસિક શક્તિને ખીલવે છે. સત્ત્વશુદ્ધિથી જ્ઞાન અને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. શુદ્ધિ યા પવિત્રતા બે પ્રકારની છે : આંતર કે માનસિક અને બાહ્ય કે શારીરિક. તેમાં માનસિક શુદ્ધિ વધારે અગત્યની છે. શારીરિક શુદ્ધિની પણ જરૂર તો છે જ. અંદરની માનસિક શુદ્ધિ સિદ્ધ થતાં મનની પ્રસન્નતા, એકાગ્રતા, ઇંદ્રિયસંયમ ને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ સહેજે થાય છે.
૨. એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થતું સંકલ્પબળ
મનુષ્યના સંકલ્પમાં રહેલી શક્તિને ક્યાંય મર્યાદા નથી. જેમ તેનું મન વધારે એકાગ્ર તેમ એક બિંદુ પર સંકલ્પની કેન્દ્રિત થવાની અગાધ શક્તિ.
દુનિયાના કામધંધામાં રચ્યાપચ્યા માણસોનાં મનરૂપી સૂર્યનાં કિરણો અનેક સ્થળે વિખેરાઈ ગયેલાં હોય છે, આથી વિવિધ દિશામાં તેની શક્તિ વેડફાઈ જાય છે. સતત અભ્યાસ દ્વારા જો મનને એકાગ્ર કરવામાં આવે તો જ તેને ઈશ્વર તરફ વાળી શકાય.
માટે લક્ષ કેળવો તો તમે એકાગ્ર થઈ શકો. શાંત, ગંભીર મન
૪૦