________________
૩.
સંકલ્પશક્તિનું મૂલ્ય ને ઉપયોગ
૧. શુભ વિચારનાં આંદોલનો દ્વારા બીજાની સેવા કરો
સાચો સાધુ કે સંન્યાસી પોતાના વિચારનાં આંદોલન દ્વારા ગમે તે કાર્ય સિદ્ધ કરી શકે. સંન્યાસી કે યોગીએ કોઈ પણ સંસ્થાના પ્રમુખ કે સામાજિક યા રાજકીય ચળવળના નેતા થવાની જરૂર નથી. આ વિચાર જ મૂર્ખાઈ ભરેલો ને અર્થહીન છે. - ભારતવાસીઓ હવે પશ્ચિમની માફક પ્રચારકાર્યમાં રસ લેતા થયા છે. તેથી તેઓ એવી માગણી કરે છે કે સંન્યાસીઓએ બહાર નીકળી સામાજિક ને રાજકીય ક્ષેત્રોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ આ દુઃખદાયક ભૂલ છે.
સંન્યાસીએ કે સંતે દુનિયાને મદદ કરવા માટે, લોકોના મનને ઉન્નત બનાવવા માટે વક્તા તરીકે બહાર નીકળી પડવું જ જોઈએ એવું કંઈ નથી.
કેટલાક સંતો પોતાના જીવનનું પ્રત્યક્ષ દૃષ્ટાંત આપી ઉપદેશ કરે છે. તેઓનાં જીવન જ ઉપદેશરૂપ છે. તેઓની દષ્ટિમાત્રથી હજારોનાં મન ઉન્નત બની શકે છે.
સંત એ બીજાને ઈશ્વરસાક્ષાત્કારની ખાતરી આપનારી ચેતનમૂર્તિ છે. પવિત્ર સંતોના દર્શનથી જ ઘણાને પ્રેરણા મળે છે.
સંત તરફથી આવતાં વિચારનાં આંદોલનોને કોઈ અટકાવી શકે નહિ. તેઓના શુદ્ધ શક્તિશાળી વિચારનાં આંદોલનો ઘણે દૂર સુધી મુસાફરી કરે છે, દુનિયાને શુદ્ધ કરે છે અને હજારો કે લાખો માણસોના મનમાં પ્રવેશ કરે છે. આમાં જરા પણ શંકા નથી. ૨. સૂચનો દ્વારા રોગનો નાશ
ડૉક્ટરોને યોગ્ય સૂચનો દ્વારા રોગનો નાશ કરવાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સેવાભાવી લાગણીવાળા ડૉક્ટરો ખૂબ ઓછા હોય છે. જેઓ યોગ્ય