________________
સંન્યાસીના વિચારોની પ્રતિમાને સુંદર વાદળી રંગ હોય છે અને તેમાંથી સફેદ રંગ ઝળહળતો હોય છે. સ્વાર્થી વિચારોનો રંગ બદામી, અભિમાનનો નારંગી અને ક્રોધનો લાલ હોય છે.
આપણે હંમેશાં આવી વિચાર-પ્રતિમાઓથી ઘેરાયેલા હોઈએ છીએ અને આપણા મન ઉપર તેની ખૂબ અસર થાય છે. આપણા વિચારોમાંના ચતુર્થાંશ વિચારો પણ આપણા પોતાના હોતા નથી પરંતુ આપણે તેમને વાતાવરણમાંથી ઝડપી લીધેલા હોય છે. મોટે ભાગે તે અશુભ જ હોય છે; તેથી આપણે મનમાં ઈશ્વરના નામનો જપ કરવો જોઈએ, કે જેથી કરીને આપણે તેમની અનિષ્ટ અસરમાંથી બચી શકીએ.
૧૬. વિકસિત મનમાંથી બહાર પ્રસરતું તેજ ને પ્રેરક શક્તિ
જેની વિચારશક્તિ ખૂબ પ્રમાણમાં વિકાસ પામી હોય તેમના મનમાંથી શક્તિશાળી તેજપુંજ નીકળી ચહેરા ઉપર ફેલાઈ રહે છે.
જેની મનોશક્તિ ખૂબ ખીલી હોય તેની સ્પષ્ટ અસર ઓછા મનોબળવાળા માણસ ઉપર સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. ગુરુ કે મહાન યોગીની શિષ્ય કે સામાન્ય મનુષ્ય પર જે અસર થાય તેનું બરાબર વર્ણન કરવું મુશ્કેલ છે..
ગુરુ એક શબ્દ પણ ન બોલે છતાં માત્ર તેની હાજરીમાં રહેવાથી જ મન ઉપર જે ઉન્નત ને પ્રેરક ઉત્તેજક અસર તેમ જ આનંદ ને પ્રેરણાની ઊર્મિ પ્રસરી જાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે.
મનની સાથે માનસિક કે આધ્યાત્મિક ઓજસ હોય છે જ. તેને અંગ્રેજીમાં ‘રા’ કહે છે. તે માનસિક ક્રિયારૂપી વિચારોના ઘર્ષણથી ઉત્પન્ન થતું તેજ કે પ્રકાશ છે. જેઓએ પોતાના મનનો પૂરેપૂરો વિકાસ સાધ્યો છે, તેઓમાં આ પ્રકાશ ઝળહળતો હોય છે. તેમનામાં દૂર અંતર `સુધી પ્રવાસ કરી જે જે લોકો ઉપર અસર કરવાની હોય તે તે ભાગ્યશાળી લોકો ઉપર લાભદાયક અસર કરવાની શક્તિ હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રાણ કે મનના પ્રકાશ કરતાં આત્માનો પ્રકાશ ઘણો વધારે શક્તિશાળી હોય છે.
૧૭. વિચાર અને પ્રકૃતિનું ગતિબળ
ગમગીન સ્વભાવવાળા લોકો બીજા લોકો પાસેથી તેમ જ આકાશમાંના ઈથરમાંથી નિરાશામય વસ્તુઓ ને વિચારોને પોતાના તરફ આકર્ષે છે.
૨૫