________________
કેટલાક વિચારો ધીમા પડશે, પણ બીજા કેટલાક વિચારો પાણીના ઝરાની માફક ફૂટી નીકળશે. જે જૂના વિચારોને પ્રથમ દાબી દેવામાં આવ્યા હતા તે થોડા સમય પછી ફરીથી દેખા દેશે. છતાં કોઈ પણ સમયે નિરાશ થશો નહિ. અંદરનું આધ્યાત્મિક બળ તમને આ કાર્યમાં મદદ કરશે ને છેવટે તમને તમારા કાર્યમાં જરૂર સફળતા મળશે. તમારે અત્યારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જ મુશ્કેલીઓનો પ્રાચીન કાળના યોગીઓને પણ સામનો કરવો પડ્યો છે.
માનસિક આકૃતિઓનો નાશ કરવાનું કાર્ય મુશ્કેલ ને લાવ્યું છે. એક કે બે દિવસમાં બધા વિચારોનો નાશ કરી શકાય નહિ. જ્યારે માર્ગમાં વિપ્ન કે મુશ્કેલી આવે ત્યારે વિચારનાશના તમારા પ્રયાસમાં જરા પણ ઢીલા પડો નહિ.
મનોનાશ માટે તમારી જરૂરિયાત ને ઇચ્છાઓ ઓછી કરવી એ પ્રથમ જરૂરની વસ્તુ છે, માટે જ તમારી ઇચ્છાઓ અને જરૂરિયાતો તદ્દન ઓછી કરો. આથી વિચારો એની મેળે ઓછા થશે ને ધીમે ધીમે બધા વિચારોનો નાશ થશે. ૧૫. પવિત્ર વિચારોનો રંગ ને આકાર
બુદ્ધ ભગવાન કહે છે, “આપણે જે કંઈ છીએ તે બધું આપણા વિચારોનું જ પરિણામ છે. આપણા વિચારો જ આપણને અનેક યોનિઓમાં ભટકાવે છે. માટે આપણે હંમેશાં આપણા વિચારોને શુદ્ધ કરવાનો જ પ્રયાસ કરવો જોઈએ.”
જ્યારે આપણે કોઈ યોગી પાસે જઈને બેસીએ છીએ ત્યારે આપણને અદ્દભુત શાંતિ લાગે છે. આથી ઊલટું, જ્યારે આપણે સ્વાર્થી માણસની સોબતમાં હોઈએ ત્યારે આપણને આંતરિક બેચેની થાય છે. આનું કારણ એ છે કે યોગીના ચહેરા પરના ઓજસ (ઑરા)માંથી શાંતિ ને આનંદના આંદોલનો ક્રૂરે છે ત્યારે સ્વાર્થપરાયણ લોભી માણસના ઑરામાંથી સ્વાર્થી અને દુષ્ટ વિચારોના આંદોલનો ઉદ્દભવે છે.
વિચારની બીજી અસર અમુક ચોક્કસ આકાર ઉત્પન્ન કરવાની છે. વિચારની જાત ને પ્રકાર પ્રમાણે વિચારની આકૃતિને રંગ ને સ્પષ્ટતા પણ હોય છે. વિચારની આકૃતિ એ જીવતી જાગતી વસ્તુ છે. અને વિચારકની ભાવનાનું તે પૂરેપૂરી રીતે વહન કરે છે. આસમાની વિચારપ્રતિમાઓ ભક્તિનું સૂચન કરે છે.