________________
આધ્યાત્મિક વિચારનો રંગ પીળો હોય છે. ગુસ્સા ને દ્વેષથી ભરેલ વિચારનો રંગ ઘેરો લાલ હોય છે. સ્વાર્થી વિચારનો રંગ બદામી હોય છે. આમ જ બીજા વિચારોનું પણ સમજવું.
૧૭. વિચાર
તેની શક્તિ, કાર્ય ને ઉપયોગ
વિચાર એ સૂક્ષ્મ જીવંત વિદ્યુત શક્તિ છે. આના જેટલી સૂક્ષ્મ, દિવ્ય ને અજેય શક્તિ દુનિયામાં બીજી એકેય નથી.
વિચાર દ્વારા જ સર્જનશક્તિ ઉત્પન્ન થાય છે. વિચાર એક વ્યક્તિ પાસેથી બીજી પાસે પસાર થઈ શકે છે ને લોકો ઉપર અસર ઉપજાવે છે. શક્તિશાળી વિચારવાળો માણસ નબળા વિચારવાળા લોકો ઉપર જલદીથી અસર કરવાનો જ.
-
વિચારની કેળવણી, તેમાં રહેલી શક્તિ ને વિદ્યુત જેવી અસર સંબંધી આજકાલ ઘણાં પુસ્તકો મળે છે. આના અભ્યાસથી વિચાર, વિચારની શક્તિ, ઉપયોગિતા ને તેની ચમત્કાર ભરેલી કાર્યપદ્ધતિનો ખ્યાલ આવશે. ૧૮. વિચારના અગાધ સાગરમાં ડૂબકા ખાતું મનુષ્યજીવન
વસ્તુતઃ વિચાર એ જ સૃષ્ટિ છે. સંસારનાં બધાં દુઃખ-વૃદ્ધાવસ્થા, મૃત્યુ, પાપ વગેરે - વિચારથી જ ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ બધું વિચારરૂપ જ છે. વિચારથી જ મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે. જે પોતાના વિચારો ઉપર પૂરેપૂરો કાબૂ રાખી શકે છે તે આ પૃથ્વી પર સાક્ષાત્ ઈશ્વર છે.
આપણે વિચારસૃષ્ટિમાં જ રહીએ છીએ. પ્રથમ વિચાર ને ત્યાર બાદ વાણી દ્વારા તે વિચાર વ્યક્ત થાય છે. આમ વિચાર ને વાણી ગાઢ રીતે સંકળાયેલાં છે. ક્રોધ, તિરસ્કાર, ઇર્ષાના વિચાર બીજાને દુઃખદાયક થઈ પડે છે. વિચારનું મનરૂપી ઉત્પત્તિસ્થાન જો નાશ પામે તો બહારની વસ્તુઓનું અસ્તિત્વ પણ રહે નહિ.
વિચારો એ જ ખરી વસ્તુઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધરૂપી પાંચ વિષયો તેમ જ જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિરૂપી ત્રણ અવસ્થા મનમાં વિચારનાં પરિણામ છે. સંકલ્પ, રાગ, ક્રોધ, બંધન, કાળ - આ પણ મનનાં જ કાર્ય છે. મન એ ઇન્દ્રિયોનું શાસક છે. આથી વિચાર એ બધી માનસિક પ્રક્રિયાઓનું મૂળ છે.
આ બધાં
-