________________
૮. વિચારોનાં મોજાંનું પ્રસારણ
આ સંસારનું મૂળ સ્વરૂપ શું? સંસાર એટલે જ ઈશ્વર કે હિરણ્યગર્ભના વિચારોનું મૂર્તસ્વરૂપ.
આપણે વિજ્ઞાનમાં ગરમી, પ્રકાશ ને વિજળીનાં મોજાં સંબંધી વાંચીએ છીએ. આવી જ રીતે યોગમાં વિચારના પ્રવાહો છે. વિચારના પ્રવાહમાં કલ્પનાતીત બળ રહેલું છે. દરેકને આ વિચારબળનો જાણે અજાણે થોડેઘણે અંશે અનુભવ થયા જ કરે છે.
જ્ઞાનદેવ, ભર્તુહરિ ને પતંજલિ જેવા મહાન યોગીઓ મનરૂપી રેડિયો દ્વાર વિચારપ્રવાહ પ્રેરીને દૂરને સ્થળે પણ વિચારોની આપલે કરી શકતા. આવી રીતે યોગીઓ ની આ ટેલિપથી એ જ આધુનિક ટેલિગ્રાફ ને ટેલિફોનનું મૂળ છે.
આપણે ગરમી, પ્રકાશ ને વિદ્યુતનાં મોજાં સંબંધી વૈજ્ઞાનિક જ્ઞાન મેળવીએ છીએ. તેવી જ રીતે, યોગમાં વિચારનાં મોજાં સંબંધી જ્ઞાન છે. અંતરિક્ષમાં વિચાર વીજળીના ચમકારાની પેઠે અકથ્ય ગતિથી ફરી વળે છે.
જેવી રીતે તમો શારીરિક સ્વાથ્ય જાળવી રાખવા કસરત કરો છો, ટેનિસ ને ક્રિકેટ જેવી રમતો રમો છો, તેવી જ રીતે માનસિક સ્વાથ્ય માટે શુદ્ધ સાત્ત્વિક વિચારોનું સેવન જરૂરનું છે. તે માટે સાત્ત્વિક ખોરાક, નિર્દોષ સાધનો દ્વારા મનને વિશ્રાંતિ, ઉન્નત ને ભવ્ય વિચારો તેમજ પ્રસન્ન આનંદી સ્વભાવ ખાસ જરૂરનાં છે. ૯. વિચારોનાં આંદોલનોનો ચમત્કાર
જે જે વિચાર તમારા મગજમાં હુરે તેનું આંદોલન કદી નાશ પામતું નથી. તે વિશ્વના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુને ધ્રુજાવતું સાસરું નીકળી જાય છે. તેથી જ જો તમારા વિચાર ઉમદા, પવિત્ર ને બળવાન હોય તો દરેક સમભાવી મનની અંદર તેજ પ્રકારનાં આંદોલનો ઉત્પન્ન કરશે જ.
સામાન્ય લોકો, તમે વાતાવરણમાં પ્રેરેલા તમારા વિચાર રૂપી સંદેશા પોતાને ખબર ન હોય એમ પકડી લે છે અને પોતાની શક્તિ અનુસાર તે જ પ્રકારના સંદેશ, બહાર પણ કાઢે છે. આનું પરિણામ એ આવે છે કે, તમારા પોતાના જ વિચારોના પરિણામરૂપે તમે એવડાં વિશાળ બળો દુનિયામાં છૂટાં મૂકો છો કે, તેઓ સાથે મળીને સ્વાર્થી દુષ્ટ માણસોએ છોડેલા અધમ અશુદ્ધ વિચારોના બળને હાંકી કાઢશે.