________________
(૧) વિચારોને ઇચ્છિત વસ્તુ પર કેન્દ્રિત કરવા જોઈએ અને
(૨) અમુક નિશ્ચિત દિશામાં તેમને પ્રેરવા જોઈએ. ૫. વિચારરૂપી સૂક્ષ્મ શક્તિઓ
વિચાર એ સૂક્ષ્મ શક્તિ છે. આ શક્તિ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલક અને શ્વેતકેતુ વચ્ચેનો સંવાદ આ બાબતને બહુ સારી અને સ્પષ્ટ રીતે સમજાવે છે.
જો અન્ન શુદ્ધ હોય તો જ વિચાર શુદ્ધ ને શક્તિશાળી થાય. જેના વિચારો શુદ્ધ હોય તેની જ વાણી પણ શક્તિશાળી હોય છે, અને આવી વાણી જ સાભળનારાના મન ઉપર ઊંડી છાપ પાડી શકે. આમ, મનુષ્ય પોતાના શુદ્ધ વિચારો દ્વારા હજારો લોકો પર ધારી અસર કરી શકે છે.
શુદ્ધ વિચાર અસ્ત્રાની ધાર કરતાં પણ વધારે તીક્ષ્ણ હોય છે, માટે જ હંમેશાં શુદ્ધ ઉમદા વિચારોને સેવો. આમ, વિચારોની શુદ્ધિ ને કેળવણી એ પણ એક ચોક્કસ નિયમો પ્રમાણે કાર્ય કરતું વિજ્ઞાન છે. ૬. વિચારો હવાઈ સંદેશ તરીકે
જેઓ દ્વેષ, ઈર્ષા, વેરઝેરના જ વિચારો સેવ્યા કરે છે, તેઓ ખરેખર ઘણા જ ભયંકર મનુષ્યો છે. તેઓ જ દુનિયામાં અશાંતિ ને મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો દ્વેષ સરજાવે છે. તેઓના વિચારો ને લાગણીઓ ઈથરમાં પ્રેરેલા હવાઈ સંદેશા જેવા છે, અને આ સંદેશા તેનાં આંદોલનો ઝીલી શકે તેવા હલકા મનવાળા લોકો જરૂર ગ્રહણ કરવાના.
વિચારો કલ્પનાતીત વેગથી ગતિ કરે છે. જેના વિચારો ઉન્નત, ભવ્ય અને પવિત્ર છે, તેઓ પાસેના તેમજ અત્યંત દૂર રહેલા મનુષ્યોને પણ મદદ કરે છે. ' છે. વિચારોરૂપી અગાધ શક્તિઓ
વિચારમાં અગાધ શક્તિ રહેલી છે. વિચારોથી રોગ દૂર કરી શકાય. વિચારો મનુષ્યનું માનસ પણ બદલાવી શકે. વિચારો ગમે તે કરી શકે, તે ચમત્કાર પણ કરી શકે. વિચારોનો વેગ કલ્પવામાં આવી શકે તેમ નથી.
વિચાર એ ગતિજ શક્તિ છે. મનોમય દ્રવ્ય ઉપર સૂક્ષ્મ પ્રાણનાં આંદોલનોથી તે ઉત્પન્ન થાય છે. ગુરુત્વાકર્ષણ, આકર્ષણ કે અપાકર્ષણ જેવું જ તે બળ છે, જે આરપાર સોંસરવું નીકળી જાય છે.