________________
તેવી જ રીતે, સારા કે ખરાબ વિચાર મનુષ્યના મનમાં પસાર થાય ત્યારે તેના જે આંદોલનો ઉત્પન્ન થાય છે તે સર્વ દિશામાં દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.
એક મનમાંથી બીજા મન સુધી જવાને માટે વિચારો કયા માધ્યમમાંથી પસાર થતા હોવા જોઈએ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, જેવી રીતે આપણી લાગણીઓનું વહન પ્રાણ દ્વારા થાય છે, જેમ ગરમી, પ્રકાશ ને વિદ્યુતનું વાહક ઈથર છે ને અવાજનું વાહક હવા છે, તેવી જ રીતે વિચારનું વાહક મનદ્રવ્ય છે, જે ઈથરની માફક સમગ્ર વાતાવરણમાં ખીચોખીચ ભરેલું છે. ૩. ઈથરમાં પડતી વિચારોની છાપ
તમે વિચારશક્તિથી સારા સંસારને હલાવી શકો. વિચારમાં આવી અગાધ શક્તિ રહેલી છે. તે શક્તિને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં સંચાલિત કરી શકાય છે. પ્રાચીન સમયના મહાન યોગીઓ ને સંતોના શક્તિશાળી વિચારો અત્યારે પણ આકાશમાં સંચિત થયેલા જોવામાં આવશે.
દિવ્ય દૃષ્ટિવાળા યોગી આ વિચારમૂર્તિઓને જોઈ શકે છે. એટલું જ નહિ, વાંચી પણ શકે છે.
તમે અસંખ્ય વિચારોરૂપી મહાસાગરથી ઘેરાયેલા છો ને વિચારોના મહાસાગરમાં તર્યા કરો છો. તેમાંથી તમે અમુક વિચારો ગ્રહણ કરો છો અને અમુક વિચારોને તમારાથી દૂર હઠાવો છો. આમ દરેક પોતપોતાની વિચારરૂપી અનોખી સૃષ્ટિમાં વિહાર કર્યા કરે છે. ૪. વિચારરૂપી જીવતી જાગતી શક્તિ
વિચારો ચેતન પદાર્થો છે. સાથે સાથે તે પથ્થરના ટુકડા જેવા નક્કર છે. આપણે મૃત્યુ પામીએ ત્યારે પણ આપણા વિચારોનો નાશ થતો નથી.
વિચારમાંના પ્રત્યેક ફેરફાર સમયે મનમાં સૂક્ષ્મ દ્રવ્ય(મેટર)માં પણ વિચારને અનુરૂપ ધ્રુજારીઓ ઉત્પન્ન થાય છે. કારણ કે વિચાર શક્તિ હોવાથી તેના વહન માટે વિશિષ્ટ પ્રકારનું સૂક્ષ્મ દ્રવ્ય જ હોવું જોઈએ.
જેમ વિચારો વધારે શક્તિશાળી, તેમ તેથી કાર્યસિદ્ધિ પણ વહેલી થાય છે. અમુક કાર્યમાં ધારેલી અસર મેળવવા માટે બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :