________________
બાકી
નિરીક્ષણ કર. જ્યારે જરૂરિયાત પૂરી થાય ત્યારે માત્ર કુતૂહલ રહે છે. તને ગમતી બધી વસ્તુઓ જેવી મળે કે તરત જ તું નિરાંતે બેસી કૃત્રિમ રુચિ સંબંધી વિચારો કરવા માંડે છે. આમાં જ નિયમની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે.
તમારા પોતાના જ વિચારથી તમારી દુનિયાને તમે સર્જે છો કે નાશ કરો છો. ક્રિયા કે પ્રતિક્રિયાનો આ અચળ નિયમ છે. જે જે વિચાર તમારા હૃદયના અંતસ્તલમાં તમે પોષશો, તે જ તમારા બાહ્ય જીવનને ઘડશે. બહાર દૃષ્ટિગોચર થતી પરિસ્થિતિ આકસ્મિક લાગે છે, પણ અંદરખાને વિચારના પ્રવાહો કામ કરતા હોય છે. આ વિશ્વમાં અને રોજના બનાવોમાં અકસ્માત જેવું કંઈ જ નથી. માટે જ તમારા સંકલ્પોને સુધારો.
શાંત ક્ષણોમાં જ ખરેખર કાર્ય થાય છે. શુદ્ધ વિચારો તમારી આખી જીવનપદ્ધતિને પલટાવી નાખે છે. તે મનુષ્યને વગર કહ્યે કહી દે છે કે, તમે આમ કરવાને બદલી બીજી કોઈ રીતે કર્યું હોય તો વધારે સારું હતું.
ધ્યાન સમયે તમે જે વિચારોથી હ્રદયને પોષો છો તે વિચારો તમારી દૈનિક ફરજપાલનને સમયે સુષુપ્ત રહેવા જોઈએ નહિ. આ ભવ્ય દિવ્ય વિચારોથી દરેક ક્ષણે સજ્જ રહો.
પોતાના જ સંકલ્પો અને અનુભવ વિના કોઈ પણ માણસ સત્યનું ભાન મેળવી શકે નહિ. દિવ્ય વિચારો સદીઓના કાર્યોને થોડા સમયમાં પતાવે છે અને અનંત કાળ સુધી પોતાની અસર મૂકી જાય છે, માટે હંમેશાં દિવ્ય વિચારોને જ સેવો.
૨. વિચારશક્તિ અને વહેવારિક આદર્શવાદ (૨)
હલકા વિચારોને ઉચ્ચ વિચારોની મદદથી હાંકી કાઢો અને જ્યારે તે ચાલ્યા જાય ત્યારે ઉચ્ચ વિચારોને પણ વળગી રહો નહિ. તમારી અત્યારની સ્થિતિ તમારા અસંખ્ય પૂર્વજન્મના વિચાર, લાગણી ને ક્રિયાનું ફળ છે. સતત વિચાર અને કર્તવ્ય કર્યા સિવાય તેનાથી સહેલાઈથી મુક્ત થઈ શકાય નહિ.
વિચાર એ કર્મનો જનક છે. જો તમારે તમારાં કાર્ય સુધારવાં હોય તો તમારા વિચારોને શુદ્ધ કરો.
આત્મશ્રદ્ધા અને પરિશ્રમ પર ખૂબ ભાર મૂકો. તમારા સંકલ્પના બળથી તમે તમારા નસીબને પણ ઘડી શકો છો. જેવી રીતે વાદળાં જ વરસાદનું
૯૨