________________
(૬) જ્ઞાનાવ. (૭) માશુદ્ધિ પૂર્વાધ. (૮) સિદ્ધાન્ત તર્ક પરિષ્કાર (૯) પાતંજલ યેગ સૂત્રવૃત્તિ. (૧૦) ત્રિસૂવ્યાક.
તે પૈકીને આ સમાધિશતક ગ્રંથ પણ છે. આત્માથી જીવને આ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ ગ્રંથનો એકેક દેધક પણ બહુ ઉપકારકર્તા છે.
શ્રી ઉપાધ્યાયજીની ભાષારૂપવાનું પણ અતિ ગંભીર છે. તેમના ચેલા દોધકનો ખરો આશય તે તેઓશ્રી અર્થ ગીતાર્થ જ્ઞાની જાણે. તે પણ તેમના દોધકનું વિવેચન ભક્તિના વિશે મારાથી કરવામાં આવ્યું છે. સમાધિશતક મૂળ સંસ્કૃતમાં દિગંબરી છે. તેના કલોક પણ આ ગ્રંથમાં દાખલ કર્યા છે. તેને ઉદ્ધાર વધારા સુધારા સાથે ભાષામાં કરનાર શ્રી ઉપાધ્યાયજીની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે.
સંવત ૧૯૬ર ના વૈશાખ વદી ૧૧ ના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈના માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરે સંઘના આગ્રહથી અમદાવાદમાં ગુરુમહારાજ શ્રી સુખસાગરજી સાથે આવવાનું થયું.
તેમના વંડામાં એક માસ કલ્પ કર્યો. શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમના માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરેના આગ્રહ અને વિનંતિથા અમદાવાદમાં માસું કર્યું.
આ પ્રસંગે શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. એ અમારી પાસે તત્વનું વાચન શરૂ કર્યું. સમાધિશતક તેમણે