________________
વાંચ્યું. તેમના ભાવથી તથા આગ્રહથી આ સમાધિશતકનું વિવેચન સુશ્રાવક, શેઠ દલપતભાઈ ભગુભાઈના વડામાં શરૂ કર્યું. ગુરુપ્રસાદથી પૂર્ણ કર્યું.
આ ગ્રંથના વિવેચનમાં કઈ સ્થળે કર્તાના આશય વિરુદ્ધ વિવેચન કરાયું હોય, તે તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉં છું. કારણ કે છમસ્થ મનુષ્યની વિસ્મૃતિ થઈ જાય છે.
જ્યાં સંશય પડે ત્યાં વિદ્વાનને પૂછી નિર્ણય કરે સ્યાદ્વાદ દષ્ટિથી સાપેક્ષપણે જે સત્ય હોય તે જ સત્ય માનવું, તેથી વિરુદ્ધ હોય તે સંબંધી વાચક સજજનેએ પક્ષપાત કરવો નહિ, એજ લેખકની ભલામણ છે. શાન્તિઃ શાંતિઃ શાનિત :
વિ. સં. ૧૯૬૪ , માગશર સુદિ ૧૧ અમદાવાદ
મુનિ બુદ્ધિસાગર