________________
४६
સમાધિશતકમ અંતરાત્માદ પ્રાપ્ત કરે છd, બહિરાત્માને ત્યાગ કરી અંતરાત્મા પરમાત્માની ભાવના કરે.
કેવા પ્રકારનો પરમાત્મા છે ? તે કહે છે કે સર્વ સંકલ્પ વર્જિત છે, અથવા સર્વ સંક૯૫ વર્જિત થઈ પરમાત્માને ભાવે તે પરમાત્મા થાય છે. જે જેનું ધ્યાન કરે, તે તે થઈ જાય છે.
શ્રી જ્ઞાન વિમલસૂરિ કહે કે – "इलि भमरी संगथी, भमरी पद पावे;
ज्ञानविमल प्रमु आतमा, परमानंद पावे." सोहमित्यात्त-संस्कारस्तस्मिन्भावनया पुन: । तत्रैव दृढसंस्काराल्लभते मा मनः स्थितिम् ॥२८॥
અર્થ––તેમાં આત્મભાવનાથી તે જ હું અને તેજ દઢ સરકારથી ફરી આત્માની સ્થિતિ આત્મા પામે છે.
જેણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતક્ષાયિક ચારિત્ર ક્ષાયિક સમક્તિ, ક્ષાયિકભાવે દાનાદિ પાંચલબ્ધિ અને અષ્ટ ગુણથી પૂર્ણ એવા પરમાત્મા, તે જ હું એ-દઢ સંસ્કાર ગ્રહણ કર્યો છે, અને તે દઢ ભાવનાથી પુનઃ પરમાત્માને વિષે જેને એકાગ્રતા થઈ છે, તે આત્માનું સ્વરૂપ પામે છે.
જગ જાણે ઉન્મત્ત, એ જાણે જગ અંધ, જ્ઞાનીકું જગમેં રહ્યો, હું નહિ કોઈ સંબંધ. ૨૪ યા પછાહી જ્ઞાનકી, વ્યવહારે શું કહાઈ. નિર્વિકપ તુજ રૂપમેં, દ્વિધા ભાવ ન સહાઈ, ૨૫