________________
સમાધિશતકમ
૪૩ પિતાના જ્ઞાન વડે જ મુક્તિ થાય છે. સહજ સ્વભાવે આત્માનું પર્યાયાર્થિક નયની અપેક્ષા સિદ્ધ પણું. પ્રગટ થાય છે. એમાં બાહ્ય ઉપાયની જરૂર પડતી નથી. સહજ સમાધિભાવે આત્મા પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રકાશે છે.
જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના તું બાહ્ય વેગમાં અને બાહ્ય વસ્તુના ભાગમાં સૂતે હતો, હવે જ્યારે આત્મજ્ઞાન પ્રગટ્યું, ત્યારે સમજાયું કે તું તે અતીન્દ્રિય છે એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયથી જણાતો નથી.
વચાથી સ્પર્શત નથી, કારણ કે તું તે આઠ પ્રકારના રસ રહિત છે.
જીવથી તું ગ્રહતે નથી. કારણ કે તું તે પાંચ પ્રકારના રસ રહિત છે
તું નાસિકાથી ગ્રહણ થતું નથી. કારણ કે તું તે બે પ્રકારના ગંધ રહિત છે. ગંધ જેનામાં હોય તેને નાસિકા ગ્રહણ કરે છે.
વળી ચક્ષુ ઈન્દ્રિયરૂપને ગ્રહણ કરે છે અને તું આત્મા તે કાળે, નીલે ઈત્યાદિ પાંચ પ્રકારના રૂપથી રહિત છે, તેથી ચક્ષુરિન્દ્રિયથી પણ ગ્રહણ થતું નથી.
શ્રોત્રેન્દ્રિય ત્રણ પ્રકારના શબ્દનું ગ્રહણ કરે છે અને તું તે શબ્દ રહિત છે, માટે શ્રોત્રથી ગ્રહણ થતો નથી. માટે હું ઈન્દ્રિય અગેચર છું. ફક્ત જ્ઞાન સ્વરૂપે હું છું..
મારું સ્વરૂપ કથન કરવું અશકય છે.