________________
સમાધિશતકમ
૩૭ તેમ પંચપ્રકારના શરીર અને છ પ્રકારની લેડ્યા આદિ સર્વ પુદ્ગલ જ જાણવું.
જ્ઞાનાવરણયાદિ આઠ કર્મની વર્ગણ પણ પુદ્ગલ વતું જાણવી. એમ પુદ્ગલ પરમાણુઓના ધેને ગ્રહણ કરતે આત્મા અનંતી અનંતીવાર દુઃખ પાત્ર બન્યા.
અનંત સિદ્ધ જીવોએ વમેલી પુદ્ગલ એંઠને પણ સુખની પિપાસાએ ગ્રહણ કરતા જડ જેવો બની ગયે. જે કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય એવું પુદ્ગલ દ્રવ્ય સદાકાળ આત્માથી ભિન્ન છે, તે પણ આત્મા તેમાં સુખની બુદ્ધિ ધારણ કરી છેતરાય છે.
જેમ મૃગ ઝાંઝવાનાં જળમાં સાચા જળની બુદ્ધિ ધારણ કરી જળ પીવા દોડે છે, પણ જ્યારે પાસે જાય છે, ત્યારે નિરાશ થાય છે.
તેમ અજ્ઞાની જીવ પુદ્ગલ વસ્તુને પિતાની માની તેનું ગ્રહણ કરે છે. પણ જ્યારે મરતી વખતે તે પિતાની થતી નથી, તેને તેનાથી સુખ મળતું નથી, ત્યારે નિરાશા પામે છે. માટે સમજવાનું કે પુદ્ગલ વસ્તુ ગ્રડણ કરવા ચોગ્ય નથી.
પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ ગ્રહણ કરવા યોગ્ય છે. જે અગ્રાહ્યને ગ્રહણ કરતું નથી અને પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ગ્રહણ કરે છે..
સાત નય, સભંગી નિપાથી તથા ગુણપર્યાય સહિત પદ્રવ્યને યથાર્થપણે જાણે છે, તે સ્વપર પ્રકાશી નિર્મલ આત્મજ્ઞાની થાય, ત્યારે સમકિતી જીવ જાણો.