________________
સમાધિશતકમ્
बहिरात्मा शरीरादौ, जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्ति, परमात्माऽतिनिर्मलः ॥ ५ ॥ निर्मल: केवल सिद्धो, विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥ ६ ॥ શરીરાદિકમાં આત્માંતિવાળા અહિરાત્મા જાણવા. ચિત્ત અને રાગાદિકમાં થતી આત્માંતિ જેણે દૂર કરી છે, તે અંતરાત્મા અને અતિ નિર્માલ તે પરમાત્મા જાણવા.
૧૭
શરીર, વાણી અને મનમાં આત્મબ્રાંતિ જેને છે તે અહિરાત્મા જાણવા.
ચિત્ત એટલે વિકલ્પ અને રાગદ્વેષાદિક દેષ, અને આત્મા તે શુદ્ધ ચેતના દ્રવ્ય, તેમાંથી જેને ભ્રાંતિ ગઈ છે તે અંતરાત્મા, અર્થાત્ ચિત્તને ચિત્ત સ્વરૂપે જાણ્યું છે. રાગાદિકને રાગાર્દિક સ્વરૂપે જાણ્યાં છે અને આત્માને આત્મ સ્વરૂપે જેણે જાણ્યા છે તે અંતરાત્મા જાણવા. અથવા ધર્માસ્તિકાયાક્રિક ધડદ્રવ્યને દ્રવ્યગુણ પર્યાયથી સમ્યક્ સમજી આત્મ દ્રવ્યમાં આત્મબુદ્ધિ ધારણ કરી છે અને બાકીના પંચ અજીવ દ્રવ્યમાં અજીવબુદ્ધિ ધારણ કરી છે તે અંતરાત્મા જાણવા. અને જે અતિ નિમલ છે, અશેષ ક`મલ જેના ક્ષીણ થયા છે, તે પરમાત્મા જાણવા.
નિલ એટલે કર્મામલરહિત છે. કેવલ એટલે શરીરાદિ સંબંધ રહિત છે. શુદ્ધ એટલે દ્રશ્યક અને ભાવક રહિત પરમ વિશુદ્ધ છે. વિવિક્ત એટલે શરીર કર્માદિથી અસંસૃષ્ટ, પ્રભુ એટલે ઇંદ્રાદિકના સ્વામી છે.