________________
જે એકાન્ત વ્યવહારમાં રાચામાચીને અધ્યાત્મજ્ઞાનને તિરસ્કાર કરે છે, તે ભૂલ કરે છે. તેમ જે અધ્યાત્મજ્ઞાનના ઉપર ઉપરના રાગથી અધ્યાત્મી બની જઈ ઉચિત કિયા, કરે છે. તે છે પણ ભૂલ કરે છે.
જ્ઞાન-ચિમ્યાં મોક્ષ જ્ઞાન અને કિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાન વિનાની ક્રિયા ઈચ્છીત લાભ આપનારી નથી અને ક્રિયા વિનાનું જ્ઞાન પણ ઈચ્છિત લાભ આપી શકતું નથી. જ્ઞાન અને કિયા એ બેનું સેવન કરવું જોઈએ.
વ્યવહારમાર્ગનું સેવન કરવા યોગ્ય છે. પ્રથમથી જ કંઈ અધ્યાત્મજ્ઞાની બની જવાતું નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત ઘણા ગ્રંથે. બનાવ્યા છે.
સમાધિશતક નામનો આ ગ્રંથ પણ તેમને બનાવેલ છે. મૂળ સમાધિશતક એક સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે. તે ઉપરથી કેટલેક સુધારા વધારો કરી બાળજીવોને બોધ પ્રાપ્તિ અર્થે ગુજરાતી ભાષામાં રચ્યા છે
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય સંવત ૧૭૪૦ ની સાલ લગભગમાં વિદ્યમાન હતા. તેઓએ બાર વર્ષ પર્યત કાશીના મઠમાં રહી વિદ્યાભ્યાસ કર્યો હતે. તેઓશ્રી ન્યાયશાસ્ત્રમાં મહાસમર્થ વિદ્વાન હતા, એમ તેમના ગ્રંથેથી માલુમ પડે છે. તેમણે શત ની રચના કરી છે.