________________
ઉ દેશ આ ચતુર્ગતિરૂપ સંસારમાં જીવ કર્મના વશથી પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામે છે; જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
અનંત કાળથી લાગેલાં કર્મને નાશ કરવાને શ્રી તીર્થકર મહારાજાએ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક આત્મધર્મનું આચરણ પ્રતિપાદન કર્યું છે.
વ્યવહારનયથી શ્રી ચતુર્વિધ સંઘને પ્રવાહ સદાકાળ ચાલ્યા કરે છે અને નિશ્ચયનયથી આત્મધર્મમાં પ્રવેશાય છે.
દરેક વસ્તુ અનેક ધર્મમય છે, માટે તેનું સ્વરૂપ સાત નથી એકાંતપણે જાણી શકાય છે. સાતનય અને સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ જાણવાથી એકાંત કદાગ્રહરૂપ મિથ્યાત્વને નાશ થાય છે.
પ્રભુનાં વચન સાપેક્ષપણે વર્તે છે, સાપેક્ષબુદ્ધિ થયા વિના તાવ સ્વરૂપ પમાતું નથી. જે ભવ્યજીવે સાતનયથી તથા સપ્તભંગીથી વસ્તુરૂપ જાણ્યું છે, તે યથાર્થ જ્ઞાની જાણ અનેકાંતમત સદાકાળ જગતમાં વિજયવંત વર્તે છે. - અનેકાંતમતનું જ્ઞાન કરીને પણ સ્વભાવમાં રમણતા. કરવાનું મુખ્ય કારણ અધ્યાત્મજ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન વિના ખરી સમાધિ મળતી નથી. માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરે જોઈએ.
અધ્યાત્મજ્ઞાનથી બહિરાત્મભાવ છૂટે છે અને આત્મા પિતાને સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી અંતર શુદ્ધ બને છે.