________________
૧૨
સમાધિશતકમ સુખ નથી. આત્મજ્ઞાની પિતાના અનંતગુણ અનંતા ધર્મમાં સદાકાળ રાચી રહે છે.
જ્ઞાન વિના ફક્ત એકલા વેષ કિયાડડ વ્યવહારથી મુક્તિની સાધના કરવી તે નાટક સમાન છે. કોઈ કાચને રત્ન માની તેને મસ્તક પર ધારણ કરે, અને રત્નને પગ તળે ખુદે તે પણ અંતે પરીક્ષકની પરીક્ષામાં કાચ તે કાચ જ રહેવાને અને રત્ન તે રત્ન જ જણાવાનું.
કેઈ માણસ કાચના કટકાને રત્ન બુદ્ધિથી લઈ મનમાં હર્ષાયમાન થયા અને તે કઈ કામ પ્રસંગે ધનને માટે કાચના કટકાને વેચવા ઝવેરીઓ પાસે ગયા. પણ કેઈએ તેની કિંમત કુટી બદામ જેટલી પણ આપી નહીં, ત્યારે તે અંતે દુઃખી થયે. - એમ જે કઈ મનુષ્ય બાહ્ય ધર્મના વ્યવહારમાં મુક્તિ માની ફક્ત ક્રિયાકાંડ આદિ ઉપરના વ્યવહારમાં રાચી માચો રહે છે, પણ આત્મા શું છે, તે જાણતું નથી, તે ભલે બાહ્ય વ્યવહારને મુક્તિને માર્ગ કહે અને તેમાં રાચે પણ તેથી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી.
આત્મજ્ઞાન તે રત્નસમાન છે અને જ્ઞાન વિના ફક્ત એ કિયાવ્યવહાર તે કાચ સમાન છે, માટે આત્મજ્ઞાન તે જ મુક્તિને હેતુ છે એમ સમજી તેની શ્રદ્ધા કરવી. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, જ્યાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નહિં જાણ્યું