________________
સમાધિશતકમ
આતમજ્ઞાને મગન, સો સબ પુદ્ગલ ખેલ; ઇંદ્રજાલ કરિ લેખે, મિલો નતહં મન મેલ. ૪ જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ, રત્ન કહીકે કાચકું, અંત કાચ સે કાચ. ૫ રાચે સાચે ધ્યાનમેં, જા વિષય ન કેઈ; નાચે માર્ચ મુગતિરસ, આતમજ્ઞાની સેઈ. ૬
વિવેચન—જે ભવ્ય પુરુષ આત્મજ્ઞાનમાં સદા મગ્ન રહે છે, તે સર્વ સુવર્ણ, રૂપું, આભૂષણ, અહારાદિક પુદ્ગલ ખેલને ઇજાલ સમાન જાણે છે. અને તેનું પુદ્ગલ પ્રદાર્થોમાં ચિત્ત ચોટતું નથી અને પુદ્ગલ પદાર્થમાં તેનું મન મળતું નથી અર્થાત્ તે આત્મજ્ઞાની રાગ-દ્વેષના પરિણામથી પુગલ પદાર્થોમાં પરિણમતો નથી.
શ્રી જ્ઞાનસારજીની ટીકામાં શ્રી દેવચંદ્રજી કહે છે કે – आया-सभावनाणी भोइ, रमइ विवथ्थु धम्मस्स । सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीव ॥ १ ॥
જે આત્મા પોતાના આત્મસ્વભાવનો જ્ઞાની તથા આત્મધર્મને ભેગી પિતાના સ્વરૂપમાં રમે છે, તે ઉત્તમ મહાત્મા જાણ. બાકી જે પંચેન્દ્રિયના વિષયમાં રાચી માચી પુદ્ગલ એંઠમાં રાગદ્વેષમાં પરિણમે છે.
તે સંસારમાં ભૂંડનો સમાન જાણવા. 1. અમૃતરસના ભાગને જેમ વિષ્ટા રુચે નહિ તેમ આત્માનીને પૌગલીક ભાગ રુચે નહીં, કારણ કે તેમાં