________________
સમાધિશતકમ
તેવી જ રીતે જે જીવો બાહ્યજ્ઞાનની દેરમાં જ્યાં ત્યાં બ્રાંતિથી સુખની બુદ્ધિ ધારણ કરી રહ્યા છે, એવા આત્મજ્ઞાનથી અજ્ઞાની જીવે છે.
તેમને અધ્યાત્મજ્ઞાનથી થતું સુખ તેની મગ્નતાનું ભાન બીલકુલ લેશમાત્ર પણ થતું નથી. કારણ કે, અજ્ઞાની અજ્ઞાનમાં, જેમ સૂવર-ભુંડ વિષ્ટામાં આનંદ માને છે તેમ તે માને છે. હંસ જેમ માનસરોવરમાં આનંદ માને છે, તેમ જ્ઞાની આત્મજ્ઞાનમાં આનંદ માને છે.
તાત્પયાર્થ કે અજ્ઞાની અધ્યામસુખને સ્વાદ શી રીતે આસ્વાદે ! આત્મજ્ઞાની સત્ય સુખ ભોગવે છે, અધ્યાત્મ સુખની બરોબર કે ઈ સુખ નથી. શ્રી અધ્યાત્મસારમાં શ્રી ચવિજયજી કહે છે કે – ' ___ कान्ताधरसुधास्वादामुनां यज्जायते सुखम् । बिन्दुः पाच तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥
સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી જુવાન પુરુષને જે સુખ ઊપજે છે, તે સુખ તે અધ્યાત્મશાસના સ્વાદથી ઉત્પન થતા સુખ સમુદ્રની આગળ એક બિંદુ માત્ર છે.
આત્મજ્ઞાનની મમ્રતા કંઈ જુદા જ પ્રકારની છે. એ મગ્નતાની આગળ સર્વ પ્રકારની ક્ષણીક મમતા તુચ્છ છે. માટે આત્મજ્ઞાન પરમ સુખકારી છે, એમ સમજી સર્વભવ્ય જીએ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
આત્મજ્ઞાન સર્વ સુખ શિરોમણિ છે. આત્મજ્ઞાનથી થતી મગ્નતા જેણે જાણે તેણે જાણે છે. વાણીથી કહી શકાતી નથી.