________________
૧૫
સમયમાં ગ્રંથ પણ બહાર પડશે. આ બન્ને ગ્રેના પ્રકાશન કાર્યોમાં ઉપાધ્યાય શ્રી કૈલ સસાગરજીએ પ્રેરણા આપેલ છે એટલું જ નહિ પણ તેના મુદ્રણકાર્યને પણ ચીવટભરી રીતે સંભાળેલ છે. તેને પ્રફેને તપાસવામાં અને પ્રેસને જરૂરી સુચનાઓ વગેરે આપવામાં પોતાના કિંમતી સમયને ભેગ અપેલ છે. માટે મંડળ તેઓશ્રીનું ઋણી છે.
સમાધિશતક ગ્રંથ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણીને છે, તેના ઉપર પૂ. આ બુદ્ધિસાગરસૂરિજીએ અર્થ ભાવાર્થ અને વિવેચન કરેલું છે. સમાધિશ તકનું મૂળ એક દિગંબર સંપ્રદાયના માનનીય સમાધિશતક નામને સંસ્કૃત ગ્રંથ છે. જેના કર્તા અને ટીકાકાર શ્રી પ્રભુંદુ તથા શ્રી પ્રભાચંદ્રનામના દિગંબર આધ્યાત્મિક વિચારો છે.
પ્રસ્તુત સમાધિશતક ગ્રંથમાં સ્વ. પૂ. આચાર્યશ્રીએ યોગ માર્ગની દિશા બતાવી ઘણા દૃષ્ટાંત આપેલ છે. અને તેને સવિશેષપણે સ્પષ્ટ કરવા પિતાનાં તથા શ્રીમાન ગિરાજ શ્રી ચિદાનંદજી તથા પૂ. . શ્રી યશોવિજ્યજી વિગેરેનાં અનેક પદો ઉતાર્યો છે. આ ગ્રંથ ઘણે જ ઉપયોગી અને અલભ્ય હોવાથી પ્રસ્તુત ગ્રંથની ત્રીજી આવૃત્તિ સંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. યોગ માર્ગના અભ્યાસીઓને પ્રસ્તુત ગ્રંથ વાંચવા લાયક, મનન કરવા લાયક અને નિદિધ્યાસન કરવા લાયક શ્રેષ્ઠ પુસ્તક છે.