________________
૧૯૨
સમાધિશતકમ્ જાય છે. અધ્યાત્મજ્ઞાનથી જન્મ, જરા મરણનાં બંધન નાશ પામે છે.
શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મધ્યાનમાં લીન થઈ આનંદમાં આવી નિશ્ચયથી કહે છે કે
અમે અમર થઈ છું. હવેથી વારંવાર મરણ પામીશું નહિ. એવા રહસ્યનું પદ તેમનું ગાયેલું છે.
પદ (રાગ : સારંગ તથા આશાવરી) અબ હમ અમર ભએ ન મરેંગે અબ.’ યા કારણ મિથ્યાત દીયે તજ, કયું કર દેહ ધરેંગે? અબ રાગ દોષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરેંગે, માર્યો અનંતકાલ તે પ્રાની, સે હમ કાલ હરેંગે. અબ૦ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરે; નાશી જાશી હમ થિર વાસી, ચોખે વહેં નિખરેંગે. અબ૦ મર્યો અનંતવાર બિન સમા , અબ સુખ દુઃખ વિસરે ગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહિ સમરે સે મરેંગે અબ૦
ભાવાર્થ–સુગમ છે, છતાં સમજાય નહિ તે તેને અર્થ ગુરુગમથી ધારી લે.
જે ભવ્ય અધ્યાત્મજ્ઞાની છે. તે સહજાનંદને ભોક્તા અવશ્ય બને છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનના કંઈક જ્ઞાતા થઈ વ્યવહાર માર્ગ ઉપર અરુચિ ધરાવે છે, અને સાધુ સાદગી કરતાં પણ પિતાને ગૃહસ્થાશ્રમી છતાં મોટા સમજે છે, તે મિથ્યાજ્ઞાનમાં પડયા છે એમ જાણવું.