________________
સમાધિશતકમ
૧૯૧ ક્યાં સ્વયંભુરમણ સમુદ્ર? અને કયાં ખાબેચિયું? ક્યાં ઈન્દ્ર? અને કયાં વિષ્કાનો કડે? ક્યાં નરક? અને કયાં સ્વર્ગ ?
ક્યાં ચિંતામણિ રત્ન? અને કયાં કાચને કટકો? એમાં જેટલું અંતર છે, તેટલું જ ગૃહસ્થ અને મુનિપણમાં અંતર છે.
મુનિ થવા સદાકાળ ભવ્ય જીવેએ હૃદયમાં ભાવના. ભાવવી. જેના મનમાં મુનિ થવાની ભાવના નથી, તે મનુષ્ય શ્રી વીતરાગદેવની વાણુમાં શ્રદ્ધાળુ નથી એમ. સમજવું.
શ્રી જિનેશ્વરના વચનની શ્રદ્ધા કરવી. શ્રી જિનના. વચનમાં શંકા કરવી નહિ. શુદ્ધ શ્રદ્ધા રાખવી. ગુરુગમ લઈ ષડદ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન મેળવવું, સદાકાળ શોપશમ. જ્ઞાન દ્વારા ધ્યાન પ્રવાહધારા હૃદયમાં વહેવરાવવી.
ષચંદ્રવ્યનું ન નિક્ષેપાથી જ્ઞાન થતાં, નિશ્ચય સમક્તિ, પ્રગટે છે માટે દ્રવ્યાનુયોગી ગીતાર્થના ચરણકમળ સેવવા. - આ કાળમાં પણ એકાગ્રચિત્તથી પ્રમાદ પરિહરી,. આત્મસાધન કરવામાં આવે તો અ૫ભવમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે.
રાગ દ્વેષની ક્ષીણતા અધ્યાત્મજ્ઞાનથી વિશેષ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી સહજાનંદ પ્રગટે છે. અધ્યાત્મ ભાવનાથી 'આત્માને નિશ્ચય થાય છે. અને કાળભય પણ મટી.