________________
સમાધિશતકમ
૧૭૩
વિવેચન-એકેક નયના પક્ષગ્રહી વાદીઓ, પોતપોતાના મતમાં પરસ્પર ખંડન મંડન કરી લડી મરે છે. તે નયવાદી એને ઝગડે દેખી જ્ઞાનીના સર્વાંગમાં ઉદાસીનતા પરિણમે છે.
અહેબીચારા એકેક નયપક્ષાગ્રહે અન્યના કથનનું ખંડન કરે છે અને પિતાને ઈચ્છિત નયનું પ્રતિપાદન કરી, પક્ષપાતમાં પડે છે.
બે વાદીઓ લડે ત્યાં એકની હાર થવાથી જ તે. દેખવામાં દુઃખ નથી. પણ તેમાં પ્રવેશ કરી નયવાદથી હઠ કદાગ્રહ કરવાથી દુઃખ થાય છે. જ્ઞાની આવું નયવાદીએનું સ્વરૂપ જાણીને ઉદાસીનતાભાવે રહે છે
ઉદાસીનતા કેવી છે, તે કહે છે કે ઉદાસીનતા સુખનું સદન છે, એટલે ઘર છે અને પરમાં પ્રવૃત્તિ કરવી, તે દુઃખની છાયા છે. જ્ઞાની નિરપક્ષપણે વતી પરમાં પ્રવૃત્તિ. કરતો નથી. વસ્તુ ગતે વસ્તુસ્વરૂપ પામતાં જ્ઞાનીને વાદવિવાદ રહેતું નથી. દોધક છંદ
ઉદાસીનતા સુરલતા, સમતાસ ફળ ચાખી, પરપેખનમેં મતપરે, નિજ ગુણ નિજ રાખી. ૯૮ ઉદાસીનતા જ્ઞાન ફલક પર પ્રવૃત્તિ હૈ મોહ,
શુભ જાને સૌ આદરે, ઉદિત વિવેક પ્રહ. ૯ | ભાવાર્થ-ઉદાસીનતા તે સુરવેલડી છે, તેનું ફળ સમતારસ રૂપ જાણવું. ઉદાસીનતા સેવી, સમતા ફળનો રસ છે, ભવ્ય! તું ચાખ.