________________
પરમપૂજ્યયાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અને ૫૦ પૂર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ પણ સમાધિને વેગના આઠમા અંગ તરીકે સ્વીકાર કરેલ છે પરંતુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ યોગશાસ્ત્રમાં સાત અંગે લીધા છે. પણ સમાધિ નામના આઠમા અંગનો ધ્યાન નામના યોગના સાતમા અંગમાં સમાવેશ કરી દીધું છે.
શુકલધ્યાનના છેલ્લા પાયામાં સમાધિ આવી જાય છે. શુકલધ્યાન અને સમાધિનું એકીકરણ કરવાથી સમાધિ અંગે એમણે ન વર્ણવ્યું. એ આપેક્ષિક સત્ય છે.
આ રીતે સમાધિ શબ્દને વિવેચનાત્મક અર્થ અત્ર રજુ કર્યો છે. હજુ ઘણાં સ્થળે એ શબ્દ પ્રયોગ થયેલ છે. પણ મોટે ભાગે અત્ર વર્ણવેલા અર્થોમાં એ અર્થને સમાવેશ થઈ જતો હશે, કદાચ કોઈ ઠેકાણે જુદા અર્થ પણ થતાં હોય.
પ્રાર્થનાને રજુ કરતા શ્રી જયવીયરાય સૂત્રમાં તે એક બાજુ નિયાણું કરવાની ના પાડી છે, છતાં બીજી બાજુ હિતકરદષ્ટિ રાખી કલ્યાણકર નિયાણાની રજુઆત કરી છે. નમસ્કાર કરવાના ફળ તરીકે એ નિયાણમાં સમાધિ મરણની પણ યાચના નમ્ર રીતે કરી છે. दुक्खक्खो कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो । संपज्जउ मह एअं, तुह नाह ! पणामकरणेणं ।। -
શ્રી વીરાય સૂત્ર) ગાથા ૪ - ' આ ઉપરથી એટલું જાણી શકાય છે કે સમાધિ શબ્દ આપણે ત્યાં કે રૂઢ છે.