________________
૫૧
ततश्च सद्धर्मपथोपदेशात्सत्संगमाच्चोल्लसितस्ववीर्यात् ।
यो भावधर्मस्य रहस्यलाभः पचेलिमं तत्फलमामनन्ति ॥५४॥
ફળ : સદ્ગુરુનો સદ્ધર્મોપદેશ સાંભળવાથી એ કૃપાલુ ગુરૂદેવના સત્સંગથી અને એવા નિમિત્તોને પામતા-ઊછળતાં આત્મોલ્લાસથી ભાવધર્મના રહસ્યો આત્માની સામે પ્રકાશિત થવા લાગે છે. આવો જે રહસ્ય-લાભ એ જ વિરાગવેલડીનું પાકી ગયેલું સુંદર મજાનું ફળ છે.
શાસ્ત્રના શબ્દોની પાછળ ઘૂઘવતો રહસ્યોનો સાગર સદ્ગુરુની કૃપા વિના કદી સંભવિત નથી.
સદ્ગુરૂની નિરપેક્ષ ભક્તિ વિના એમની કૃપા કદી મળતી નથી.
જેને કૃપા મળી એને રહસ્યોનો ઉઘાડ થાય.
જેને રહસ્યો પ્રગટ થયા એની વાસનાઓ મરવા પડે; એને તત્ત્વોનો સાક્ષાત્કાર થાય; એને આત્માનું સ્વરૂપ પ્રગટ
થાય.