________________
૪૪
धर्मस्य चेष्टा विषयस्वरूपानुबन्धनिष्ठा त्रिविधा विशुद्धिः । सर्वापि मोक्षार्थमपेक्ष्य साक्षापरंपराहेतुतया शुभा सा ॥४७॥
ધર્મ (ધર્મક્રિયા) ત્રણ રીતે વિશુદ્ધ હોય છે, અને તે ત્રણે ય રીત ઈષ્ટ છે. જો ધર્મનો વિષય (આલંબન) શુદ્ધ હોય; ધર્મનું સ્વરૂપ શુદ્ધ હોય કે તેનો અનુબંધ (ફળ) વિશુદ્ધ હોય તો તે ત્રણે ય શુદ્ધિઓ મોક્ષપુરુષાર્થની સાક્ષાત્ કે પરંપરયા સિદ્ધિ કરાવી આપનારી હોવાથી શુભ છે.
અનુબન્ધ શુદ્ધિ તો સાક્ષાત્ મોક્ષદા હોવાથી ઈષ્ટ છે જ; પરન્તુ વિષયશુદ્ધિ અને સ્વરૂપશુદ્ધિ પણ પરંપરયા મોક્ષહેતુ બનવાથી ઈષ્ટ છે.
• स्वाध्याय योगेषु दधस्व यत्नम् ।
વીતરાગ પ્રભુની વાણીના સ્વાધ્યાય
યોગમાં પ્રયત્ન કર.
$$$$$$1$8