________________
૨૦
उपक्रमो धर्मकथाश्रयो न त्याज्यः खलाप्रीतिभिया प्रबुद्धैः । नो चेन्मलोत्पत्तिभिया जनानां वस्त्रोपभोगोऽपि कथं घटेत ॥ २३ ॥
‘દુર્જન માણસોને આ ધર્મકથા નહિ ગમે' એવા ભયથી પ્રબુદ્ધ સંતો ધર્મકથાનો આરંભ કરતાં કેમ અટકી શકે ?
નહિ તો પછી, ‘સુંદર વસ્ત્રો પહેરતાં તે મેલા થશે એવા ભયથી વસ્ત્રો પહેરવાનું પણ માણસોએ બંધ કરી દેવું પડે.
તે મારો દિવસ કયારે આવશે કે જ્યારે હું નિર્મલ ચારિત્ર પાળીશ ! શ્રી જિનશાસનની મર્યાદાનુસા૨ મુનિના માર્ગે ચાલીશ !
જન્મ-જરાદિ દુ:ખના સમૂહથી મુક્ત બનેલ હું સંવેગ, નિર્વેદ, પ્રભુ-વચનની શ્રદ્ધા કરૂણા અને પ્રશમ ભાવને ધરનાર કયારે બનીશ ?