________________
૨૭૭
૫. પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે ડિલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું.
૬. શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે.
૭. પાંચ મહાવ્રતોનું પાલન પોતાના વ્હાલા પ્રાણોની જેમ કરવું જોઈએ.
૮. કોઈપણ સાધુના દોષો આપણાથી જોવાય નહિ. બીજાના દોષો જોવાથી પોતાનો આત્મા દોષવાળો બને છે, કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જોવાથી મન ઉજળું બને છે.
૯. બીજાના ગુણો જ આપણે જોવા જોઈએ. ૧૦. કોઈની પણ અદેખાઈ-ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧. બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ. ૧૨. “દરેકનું ભલું થાઓ” આવી ભાવના નિરંતર રાખવી જોઈએ.
૧૩. પોતાના ઉપકારી ગુરુમહારાજના દોષો કે ભૂલો તરફ કદી પણ નજર ન જવા દેવી.
૧૪. શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ.
૧૫. શું ખાઈશ ? કયારે ખાઈશ ? શું મળશે ? અમુક ચીજ નહિ મળે તો ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી.