________________
૧૩
वैराग्यमित्रं कृतिनां पवित्रं
लब्धं प्रसादान्नृपसुस्थितस्य । प्रदर्शयत्येव विवेकरनं
विधाय वाचाटखलाक्षिबन्धम् ॥१३॥ સુસ્થિત મહારાજા ! કરુણાશાલી ભગવાન જિનેશ્વર કી દેવ ! એમની કૃપા ઊતરે ત્યારે જ સાધુજનોને વૈરાગ્ય નામનો સદાનો સંગાથી મિત્ર પ્રાપ્ત થાય છે.
આ વિરાગમિત્ર વાચાળ-અર્ધદગ્ધ લુચ્ચાઓની આંખે આશ્ચર્યજનક ઉસ્તાદીથી પાટો બાંધી દે છે અને પછી સાધુજનોને “વિવેક' નામનું અત્યંત ઝળહળતું રત્ન બતાડે છે.
(એકલો વિરાગ ન ચાલે. સાધનાનું એ તો અર્ધ-વર્તુળ છે. વિવેક વિના સાધના પૂર્ણ થતી નથી અધૂરી સાધનાએ તો સિદ્ધિ મળતી નથી.
વિરાગ જગતને જુદું પાડે છે. - વિવેક દેહ અને આત્માને જુદા દેખાડે છે.)
० अप्पा अरी होइ अणवट्ठियस्स છેજ્ઞાનીની આજ્ઞામાં ન રહેનારાનો આત્મા પોતાનો છે જ) દુશ્મન થઈ રહે છે.
૦ થી ૩ તાપ સરપ ના ધર્મ જ ત્રાણ, શરણ અને ગતિ સ્વરૂપ છે.