________________
૨૧૦
आभ्यन्तरस्याभ्युदयाय बाह्यमाभ्यन्तरं बाह्यविशुद्धये च ।
तपः प्रकुर्वन्ति मनःसमाधे
धृत्वानुकूल्यं जिनशासनस्थाः ॥२१३॥
નિશ્ચય-વ્યવહારનયમય જિનશાસનના શરણે રહેલા મુનિઓ અભ્યન્તર તપના વિકાસ માટે બાહ્ય તપ કરે છે. અને બાહ્યતપની વિશુદ્ધિ માટે અભ્યન્તર તપનું આરાધન કરે છે.
આવી તપોની પરસ્પરની પૂરકતાને તેઓ જાણતા હોવાથી ચિતની સમાધિ દ્વારા બે ય તપ સતત કરતા રહેવાની અનુકૂળતાને તેઓ સારી રીતે સિદ્ધ કરી શકે છે.
तीर्थंकरनाम्नः सत्तायाः कारणं सामान्यतः तीर्थाधनमेव ।
તીર્થંકર નામકર્મની સત્તાનું કારણ સામાન્યથી તીર્થની આરાધના જ છે.