________________
૧૬૫
यन्नैव सूत्रे विहितं न चापि, निवारितं किन्तु चिरप्ररूढम् ।
समाहिता मार्गभिदाभियैव
तदप्यनालोच्य न दुषयन्ति ॥ १६८ ॥
જે માર્ગ સૂત્રમાં વિહિત પણ નથી તેમ નિષિદ્ધ પણ નથી પરન્તુ ચિરકાળથી તેની પરંપરા ચાલી આવતી જોવા મળે છે. તો તેની ઉપર વિશિષ્ટ ગીતાર્થ ભગવંતોના પરામર્શપૂર્વકનો નિર્ણય મેળવ્યા વિના જ સમાધિમાન્ મુનિઓ કદી કોઈ ટીકા-ટીપ્પણ કરવાનું સાહસ કરતા નથી. રખે માર્ગભેદ થઈ જાય એ ભયથીસ્તો.
यतिजनसहायता हि ब्रह्मचर्यगुप्तिर्वर्तते ।
બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન બીજા સાધુઓની સહાયતાથી સારી રીતે થાય છે. (એકલ દોકલ સાધુસાધ્વીથી બ્રહ્મચર્યનું પાલન મુશ્કેલ બની જાય છે.)