________________
૧૬૩
समुद्रगम्भीरमनाः स्वदर्पाद्भिनत्ति मार्गं न समाहितात्मा ।
आत्माश्रितामेव कुठारतैक्ष्ण्यात्
छिनत्ति शाखां न तरोर्विपश्चित् ॥१६६॥
પોતાની શિષ્ટ વિદ્વત્તાને કારણે સમાધિમાન્ મુનિરાજ અભિમાનમાં આવી જઈને, શાસ્ત્રીય ધર્મમાર્ગનો કદી પણ ભેદ કરતાં નથી. રે ! સમુદ્ર જેવા ગંભીર ચિત્તવાળા એ મુનિરાજ છે. આવું છીછરાપણું તો તેમનામાં કયાંથી હોય ?
પોતે જ જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને પોતાની જ તીક્ષ્ણ કુહાડીથી કયો ડાહ્યો માણસ કાપી નાંખે? ફrporEncrediફrp.pandap
| भावशून्या क्रिया न तत्त्वतः क्रिया, स्वफलशून्यत्वात् ।
ભાવશૂન્ય ધર્મક્રિયા એ તાત્ત્વિક દૃષ્ટિએ ક્રિયા જ નથી. ભાવયુક્ત ક્રિયાના ફળથી શૂન્ય હોવાથી. (ભાવયુક્ત ક્રિયા અને ભાવશૂન્ય ક્રિયા વચ્ચે " આકાશ-પાતાળ જેટલું અંતર છે) ભાવશૂન્ય ક્રિયાનું ફળ સરસવ જેટલું છે, તો ભાવયુક્ત ક્રિયાનું ફળ મેરૂપર્વત જેટલું છે.