SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સં. ૧૭૮૫ માં શ્રી વિરપાલને પૂરે ભાવ થશે કે આનંદવિમલને સૂરિપદ, હેમવિમલ સૂરિ પાસે લાલપુર નગરમાં અપાવવું, અને તે વર્ષમાં તે પ્રમાણે આનંદવિમલ સૂરિ સ્થાપવામાં આવ્યા. ઉત્સવ બહુ ભભકાથી કરવાની સાથે જિનબિંબપ્રતિષ્ઠા કરવામાં આવી. થિરપાલને છ પુત્ર થયા, તેમાંના બધા નામે મોટા, લાલા, ખીમા, ભીમા, કરમણ, અને ધરમણ સંઘપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્ર નામે સંઘપતિ હીરા, હરખા, વિરમલ, તેજક પ્રમુખ થયા. તેઓ પરણ્યા, જૂદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. જન્મવૃત્તાત, મહેસાણા નગરમાં ચંપક નામને વણિક વસતે હતો. તેણે પિતાની પુત્રી નામે પૂજી હરખાશા સંઘપતિ કે જે ઉપર વર્ણવેલ છે. તેને લાલપુરમાં પરણાવી. તે બંનેથી શુભ સ્વમ સૂચિત કલ્યાણમય દેહદવાળા ગર્ભવાળો પુત્ર સં. ૧૬૦૧ આશા વદ ૫ સોમવારે જન્મ્યો, અને તેનું નામ ઠાકરશી (ઠાકરસિંહ) પાડવામાં આવ્યું. છ વર્ષને થયો એટલે તેને નિશાળે ભણવા મૂકવિામાં આવ્યો. જગદગુરૂ આગમન. તપાગચ્છની ૫૮ મી પાટે થયેલા શ્રી જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ લાલપુર આવ્યા. તેમનું નામ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે; તેમણેજ જૈનના તીર્થોપરના હક બાદશાહ અકબર પાસેથી મેળવી આપ્યા. જીવહિંસા નિષેધ અમુક અમુક પર્વના દિવસોએ ન કરે એવી રાજ્યાજ્ઞા પણ મેળવી. કુમાર ઠાકરશીએ હીરવિજયસૂરિની દેશના સાંભળી ત્યારે ચારિત્ર લેવા ઈચ્છા થઈ ગઈ અને વૈરાગ્ય જામ્યો. માબાપે ઘણુંએ સમજાવ્યો, પણ કુમારે પિતાનું મનેબલ વાપરી તેમની પાસેથી દીક્ષા માટેની રજા લીધી. દીક્ષા વાચક૫દ. જગદગુરૂ મહેસાણા વિહાર કરી આવ્યા, ત્યાં કુમાર ઠાકરશી પણ પિતાના મામાના ઘેર આવ્યા. પિતાની માના બાપ નામે ચંપકશાહને બે * હીરવિજયસૂરિ–તેમણે અકબરને જૈનધર્મથી પ્રતિબધ્ધ. જન્મ સંવત ૧૫૮૩ માર્ગશીર્ષ શુદિ ૯ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સંવત ૧૫૯૬ ના કાર્તિક વદિ ૨, વાચક૫દ નારદપુરિમાં વરકાણક ષભદેવના મંદિરમાં સંવત ૧૬૦૮ ના માધ શુદિ ૫, સૂરિપદ શિરોહીમાં સ. ૧૬૧૦માં, સ્વર્ગગમન ઉમ્ના (હાલનું ઉન) નગરમાં સંવત ૧૬૫૨ ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને થયું. આમનું સવિસ્તર ચરિત્ર શ્રી હીરસૌભાગ્ય અને વિજયપ્રશસ્તિ કાવ્યમાંથી મળી શકે છે,
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy