________________
-
a
છેકલ્યાણવિજયગણિત
પૃષ્ઠ ૨૧૪–૨૩૮.
ભરતક્ષેત્રમાં ગુર્જર દેશમાં પલખડી નામે નગર હતું, તેમાં પ્રાગ શ સંઘવી આજડ નામે રહેતે હતો. તેને પુત્ર સંઘવી ઝીંપુર () હતો. તેને બે પુત્ર થયા. તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતો. તેને પુત્ર થિરપાલ નામે હતો. આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ નામને સુલતાન રાજ્ય કરતા હતા, તેની પાસે થિરપાલ ગયે અને સુલતાને બહુ માન આપ્યું અને પછી લાલપુર નામનું ગામ ભેટ આપ્યું.
થિરપાલે લાલપુરમાં નિવાસ કર્યો. એકદા હેમવિમલસૂરિ ત્યાં વિહાર કરતાં આવ્યા, અને દેશના આપવા લાગ્યા. થિરપાલે પછી સંવત ૧૫૬૩ માં એક જિનમંદિર કરાવ્યું.
૧. મહમૂદશાહ ૧ લો (બેગડે) ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ આ ઘણોજ પરાકમી અને મિલનસાર સુલતાન હતા. તેને મુસલમાનોને સિદ્ધરાજ કહીએ તે ચાલે. તેની બહાદુરી, કૌવત, ન્યાય અને મુસલમાન ધર્મ ઉપર દઢ આકીન એ વખાણવા જેવા ગુણ હતા. તેપણુ ધર્મના ઝનુનમાં હિંદુઓનાં દેવળ તોડી પાડી તથા એ ભાગી નાખી તેણે પોતાની કીર્તિ ઝાંખી કરી છે. તેના દરબારમાં ઘણા વિદ્વાને અને ધાર્મિક પુરૂષો માલમ પડતા. ગુજરાતમાં મુસલમાની વખતની કઈ પણ ઇમારત એવી નથી કે જેની સામે લોકે મહમૂદશાહ બેગડાને સંબંધ જોડતા નથી. ગુજરાતને અર્વાચિન ઈતિહાસ. પૃ. ૧૧.
૨. હેમવિમલસૂરિ–તપાગચ્છની ૫૫ મી પાટે થયા. આના સમયમાં સાધુ સમુદાય ક્રિયાશિથિલ હતો છતાં પોતે સાધુના ખરા આચારની મર્યાદા ઉલ્લંધી ન હતી. વળી બ્રહ્મચર્ય અખંડ રાખી બીલકુલ નિષ્પરિગ્રહી રહી સર્વજનોમાં વિખ્યાત મહાન યશસ્વી સંવિગ્ન સાધુ હતા. તેમના સમાગમમાં જે જે આવતા તે દીક્ષા લઈ કિયાપરાયણ સાધુ થતા; એટલું જ નહિ પરંતુ ક્ષમાશ્રમણ આદિની પેઠે અવિહત પકવ અન્ન પિતે ખાતા નહિ. કેટલાક કુંકા મતના ઋષિઓએ (સાધુએએ) પણ તે મત છેડી તેમની પાસે દિક્ષા લીધી. આમના સમયમાં સં. ૧૫૬૨ માં ગૃહસ્થ કયુકે ત્રિસ્તુતિકમત–પાછળથી પ્રસિદ્ધ થયેલ કટુકમત કા. સં. ૧૫૭૦ માં વીજા નામના વેષધરથી વીજામત નામને મત લંકામતમાંથી છૂટે થઈ પ્રવર્યો. સં. ૧૫૭ર માં ઉપાધ્યાય પાવૅચંદ્ર પોતાના નામથી એક જુદો મત નાગપુરી તપગથી જુદો કાઢી પ્રવર્ત.
–૫ટ્ટાવલિ.