________________
સંસ્કારી ભાષામાં કોઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તે સધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ
છે. મોટી નિર્જરા અને પુણ્યબંધનું કારણ છે. (૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસોના લેખકોએ રાસો ગુજરાતી ભાષા
અથવા કાવ્ય ચમત્કાર અર્થે નથી લખ્યા, પણ ગુજરાતી ભાષાને ઉપયોગ કરનારાઓને સદ્ધર્મ ઉપદેશવા અર્થે લખ્યા છે, એટલે કવચિત ભાષાડંબરી કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલૂમ પડે, તેથી ભણેલાઓએ (Pedants) મુખ મચકોડવાનું નથી; તેથી એ રાસોની કિંમત કાંઈ ઓછી થતી નથી; સારશોધક સહૃદય વિદ્વાનોએ તે એ રાસોના આંતરું હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેર વવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષામાંથી પણ જિજ્ઞાસુ
ભાષાશાસ્ત્રીને અવનવું શિખવવાનું મળે એમ છે. (૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કિંમત તે ભાષાને ઉપયોગ
કરનારાને લઇને છે; ભાષાનો ઉપયોગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત ( dead) છે; અને મૃતવત ભાષામાં ગમે તેવા ભાષાબર– કાવ્યચમત્કાર હોય પણ તે સામાન્ય જનસમૂહને તે નકામા થાયછે. શ્રી સિદ્ધસેન દિવાકરની, સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા, અને વૃદ્ધવાદીની સમયોચિત સરળ પ્રાકૃત (પ્રકૃત જનને man on the spot અનુસરતી) ભાષા –આ બેમાંથી કઈ કારગત (વિજયી) થઈ એ વા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસો કોના અર્થ લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર દષ્ટિ રાખવામાં આવે તે રાસેની કિંમત અને ઉપયોગિતા એકદમ પ્રતીત થશે; ભલે પછી તે રાસોમાં વાગાડંબર કે કાવ્યાલંકાર ન હોય. ઘણું રાસોમાં રમણીય મને વાવિભવ અને કાવ્યાલંકાર આદિ છે. તથાપિ બધામાં ન હોય તેથી તેમને પ્રેમાનંદાદિનાં કાવ્ય સાથે રસાલંકાર-વાગવિલાસ આદિની સરખામણીમાં તરછોડી કાઢી તેની ગણના
ન કરવામાં આવે એ અંગે આ લખવું છે. (૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, આ રાસેના લેખકો પ્રાયઃ સાધુ
હતા; ઘરબાર ત્યાગી સ્વરહિત અર્થે ઉધમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસો લખવાને મુખ્ય હેતુ જનહિત તથા સધર્મસેવા સાથે સ્વકર્મની નિર્જરાન હતો.