________________
૪૬
કરાવ્યું છે, તેમના સશોધનને મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાર્સ જોયું છે) અને તેએપરથી જાણવાયેાગ્ય હકીકતા સાથે વિવેચન પણ તેમની પાસે લખાવ્યું છે અને તે પણ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસ્યું છે. અને તે પદ્યમાં જે જે કઠિન શબ્દો છે તેના અર્થને કાશ પણ તેમની પાસે કરાવ્યા છે, તેથી આ પુસ્તકની અગત્યતા ઘણી વિશેષ થ શકી છે તે વાચકા જોઇ શકશે, અને જેવી રીતે જૈનેતર પેાતાના સાહિત્યને પશ્ચિમની સુધરેલી પદ્ધતિપર પ્રગટ કરે છે, તેવીજ રીતે આ પણ પ્રકટ કરવાનું કેટ લાક ભાગે પણ આ મ`ડળ કરી શક્યું છે એ માટે આનંદ થાય છે; પરંતુ તેની સાર્થકતા કેટલે અંશે થઈ છે તે વાચકેાને પારખવાનું હાવાથી તે જણાવવાનું અમા તેમનેજ શિરે સોંપીએ છીએ. અમાને અમારા આ પ્રયત્નથી સાર્થકતાની સાક્ષી સુજ્ઞ વાચકવર્ગ તરફથી મળશે, તે અમારા આવા ખીજા પ્રયત્નામાં અમને અચૂક પ્રેરણામય ઉત્સાહ રહેશે, અને તેથી તે ખીજા પ્રયત્ન પણ સારી રીતે સશોધનપૂર્વક નવીન પદ્ધતિસર કરી શકાશે.
હવે કેટલીક બીજી બાબતાપર આવીએ. કોઈ એમ કહેશે કે અમ દાવાદમાં જાણવા યોગ્ય શાંતિદાસ શેઠ અને તેના કુટુંબ સિવાય શું નથી?– તા તેના જવાબમાં કહીશું કે શાંતિદાસ શેઠે અને તેમના વ'શજોએ જે ભાગ અમદાવાદમાં ભજવ્યેા છે તેવા જ્વલંત, ઉગ્રપ્રતાપી, અને મહિમાવંતા ભાગ ખીજા કોઈ કુટુંબે ભજવ્યા હોય એવું અમારી જાણમાં નથી. પરંતુ એટલું કહેવું પડશે કે શેઠ હેમાભાઇના સમયમાં શેઠ હઠીસિંગ શેડ મહા પ્રભાવક થઇ ગયા છે; અને તેણે શાસનપ્રભાવના અર્થે અમદાવાદમાં ભવ્યમાં ભવ્ય દહેરાસર તથા ખીજાં કાર્યમાં પુષ્કળ દ્રવ્ય ખર્યું છે, તેનું ચરિત્ર જાણવા જેવું છે અને તે અમે બનતાં સુધી ગ્રન્થના બીજા પુષ્પમાં પ્રકટ કરી શકીશું. વિદ્વત્તાની દૃષ્ટિએ જોઈએ તેા એવી એક જનકથાપરથી કહીએ છીએ કે કોઇ કાકીમા' કરીને શાસ્ત્રનિપુણ વિદુષી હતાં. તેમનું પુરૂં નામ મળતું નથી. તેમની પાસેથી ત્રણ જણાએ શાસ્ત્રને અભ્યાસ કર્યાં હતા. ૧ ત્રિકમદાસ (શેઠ મગનભાઇ કરમચંદના બનેવી ), ૨ જોઇતારામ મોદી (કે જે ઢોલીવાલાને નામે પ્રખ્યાત છે) તથા ૩ સુરજબાઇ. આમાં સુરજબાઇ સંબંધી એટલું જાણવામાં આવ્યું છે કે તે પણ ઘણાં વિદુષી ભાઇ હતાં. તેમની પાસેથી ૧૦-૧૫ ગુરૂણીજીએ સારી રીતે ભણેલ છે; અને તે રાસ વાંચતાં તે એવા રસભરત વાંચતાં કે ત્રણુસા સ્ત્રીઓનું ટાળુ શ્રોતાજન થતુ. ક્ષેત્રસમાસાદિ ગણિતાનુયોગમાં એટલી બધી કુશળતા હતી કે, તેઓ એકડાપર ૧૮૦ મીડાં ચડે ને જેટલી
.
૧