________________
ળવાથી તેમને રાસ આપેલ છે, અને તેમના વંશપરંપરામાં થયેલ તેમના શિષ્ય શ્રી કપૂરવિ, તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય, તેમના શિષ્ય શ્રી જિનવિજય, તેમના શિષ્ય શ્રી ઉત્તમવિજય, અને તેમના શિષ્ય શ્રી પદ્મવિજય–એ સર્વના રાસ ભાગ્યવશાત પ્રાપ્ત થવાથી આ પુસ્તકમાં આપ્યા છે; શાંતિદાસની વંશપરંપરા જેમ વધી અને હાલ વિદ્યમાન છે તેમ શ્રી સત્યવિજ્યજીની વંશપરંપરા તેની સાથે જ વધી હાલ વિદ્યમાન છે, તેથી એક બીજાને અલગ સંબંધ રહે છે. વિજયદેવસૂરિ પણ શાંતિદાસ શેઠના સમય આસપાસ થયેલ છે, તેમજ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ, કલ્યાણવિજય ગણિ, તેમજ શ્રી નેમિસાગરસૂરિ પણ તે જ સમયમાં-લગભગ થયેલ છે તેથી તેમના રાસ, સઝાય ઉપલબ્ધ થવાથી તે પણ અત્ર મૂકવા ઉચિત ધાર્યા છે. આમ જૈન ઐતિહાસિક સપુરૂષોનાં જીવનચરિત્ર જેવાં પ્રાપ્ત થયાં તેવા સ્વરૂપમાં મૂક્યાં છે, અને તે પરથી લેવાને બેધ, તે વખતની સ્થિતિ, સંઘબંધારણ, સંપ, આદિ અનેક વિગતો આપણને મળી શકે છે. જેમાં ઇતિહાસની પૂરી બેટ છે અને તે ઈતિહાસ એક શૃંખલાબદ્ધ લખાતાં ઘણે સમય જોઈશે, પરંતુ તે સમય જો કે દૂર હોય છતાં તે પ્રાપ્ત કરવા માટે જે જે ખૂટતાં પ્રકરણે છે તે આવા આવા પ્રયાસથી પૂરાશે અને તે સમય વહેલો પ્રાપ્ત કરાશે. આવાં કારણોને લઈને આ પુસ્તકનું નામ જિન ઐતિહાસિક ગ્રંથમાલા પુષ્પ-૧” એવું રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉપર્યુક્ત પુરૂષને એક સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. અમારાથી એક ચરિત્ર બીજા ચરિત્રથી જુદું કરાયું નથી. દાખલા તરીકે શાંતિદાસ શેઠનું ચરિત્ર બીજા ચરિત્રોથી અલગ નથી રાખી શકાયું, તેનું કારણ એ છે કે, દરેક ચરિત્રને દરેક ચરિત્ર સાથે શૃંખલાશ્રેણથી જોઈએ તે સંબંધ છે. તે તે સંબંધ અવશ્ય જાળવવા માટે ચરિત્રો એકત્રિત આપવાં આવશ્યક છે, હજુ પણ જેમ જેમ વિશેષ એતિહાસિક ચરિત્ર ઉપલબ્ધ થાય તેમ તેમ તેને આ મંડળે પ્રસિદ્ધ કરવાં એવી જે ઉપયોગી સૂચના રા.રા. મેહનલાલ દલીચંદ દેશાઈએ આની સાથે જોડેલ નિવેદન–પ્રસ્તાવનાના અંતે પૃ. ૬૦-૭૦ પર કરેલી છે તે આ મંડળ ઘણા આનંદથી સ્વીકારશે એવી ખાત્રી આપીએ છીએ, તે જે જે પુરૂષો તેવાં ચરિત્રો ઉપલબ્ધ કરાવી આપશે તે તે પુરૂ
ને ધન્યવાદ આપીશું અને તેથી આવા બીજા ભાગે પ્રગટ થતાં તેઓ પણ સમાજ પરના ઉપકારના ભાગી થશે.
ઉપર્યુક્ત રાસો અને સઝાય પદ્યમાં છે, અને તેનું સંશોધન અમે રા. ર. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ્. બી. પાસે ખાસ
-