________________
૨૫૪
સૂરત નગરે સુખે વસે, વર વેહરા કહેવાય; કાન્હો કરૂણ રસ ભર્યો, રિષભદાસ ગુણ ગાય. ધ. ૧૧૨ ભણશાલી શિવજી લલુ, નવેનગર તસ વાસ, કહેજો ધર્મ કરે ઘણું, જિમ પહોંચે સવિ આસ. ધ૧૧૩ રાધનપુર વર પ્રમુખને, સંઘપતિ રામ; ધર્મલાભ પહુંચાડજો, લેઈ અમ્હારૂં નામ. ધ. ૧૧૪ વિરવચન આરાધજે, પાળજે ગુરૂ આણ સમકિત શુદ્ધ રાખજે, જિમ રાખે નિજ પ્રાણ ધ. ૧૧૫ પ્રથમ સુરાલય પેખવા, ભાગ્યસાગર બુધ જાય; તદનતર દિન પંચમે, તિહાં પહોંચે ઉવઝાય. ધ. ૧૧૬ કાતી શુદ દશમી દિને, માંડવ દુર્ગ મઝાર; વાચક વર પામ્યા સહી, ઇંદ્રભવન અવતાર.
ધ. ૧૧૭ વાજાં વારૂ વાજતાં, માંડવી અતિ ઉદાર; સૂકી કેસર અગરણ્ય, સંઘ કરે સત્કાર, ધ. ૧૧૮ નેમિસાગર વિઝાયનું, નામ જપે સહુ કેય હૈડાથી નવિ વીસરે, સુગુરૂ તણા ગુણ જોય. ધ. ૧૧૯
ઢાળ ૯ મી.
ગુડીને. ગુરૂશેક જે સહચારી શીષ જગદીસર પ્રતિ,
એમ દીએ ઓલંભડા એક તું કિરતાર ચેર તણિ પરે,
જીવિત ધન રે વડા એ. ૧૨૦ તું વિણ શ્રી ઉવઝાય સાર અમ્હારી,
કુણ કરશે ગુરૂજી સુણોએ એણે પ્રસ્તાવ અચિત ચિત્ત સંતાપક,
દીધુય દુઃખ અમિહને ઘણું એ, ૧૨૧