________________
શિવશાસન જિનશાસન કેઈ, આરાધે સાચું છે સોઈ
જૂઠે કામ ન કેઈ. જય જય એ. ૩૩ નેમિસાગર લઘુ વૈરાગી, શ્રી જિનશાસન ઉપરે રાગી;
જસ કીતિ જગમાં જાગી. જય જય એ. ૩૪ પંચ મહાવ્રત રૂડાં પાળે, સુમતિ ગુપ્તિ નિશદિન સંભાળે,
દૂષણ દૂરે ટાળે. જય જ્ય એ. ૩૫ ચરણકરણ જે સિત્તેર બેલ, આરાધે વિનયે અડેલ
ન કરે તિહાં ડમડલ. જય જય એ. ૩૬ જબૂ મેઘકુમરની જેવ, નાખે પાપરાશિયે તેડી,
તેહ નમૂ કરજો. જય જય એ. ૩૭ છઠ અઠમ આંબિલ તપકારી, બાલપણું હુતી બ્રહ્મચારી;
જગજીવન ઉપગારી. જય જય એ. ૩૮ અલ્પ ઉપાધિ રાખે અણગાર, નવ કલ્પી નિત કરે વિહાર
પાલે શુદ્ધાચાર. જ્ય ય એ. ૩૯ શુદ્ધ પ્રરૂપે જિમ જિન ભાખ્યું, સુગુરૂ પરંપર જે જિમ રાખ્યું;
તે ઉપરે મન રાખ્યું. જય જય એ. ૪૦ દીધુ વિજયસેન સૂરિદ, પંડિત પદ તેહને આણંદ
હરખ્યા મુનિવર વૃદ. જય જય એ. ૪૧ હવે લબ્ધિસાગર ગુરૂરાયા, પુણ્ય પવિત્ર કરી નિજ કાયા;
સ્વર્ગલેક સુખ પાયા. યે જ્ય એ. ૪૨ વિજયસેન સૂરીસરૂને, નર લેક આણંદ સહુને
જોઈ મુહુર્ત ધૂતે. જય જય એ. ૪૩ દૂર દેશાંતરથી લાવ્યા, નેમિસાગર તે તત્ક્ષણ આવ્યા,
સકલ લોક મને ભાવ્યા. જય જય એ. ૪૪ વિજયસેન સૂરીશર આપે, વાચકને નેમિસાગર પદ સ્થાપે;
દિન દિન ચડત પ્રતાપે. જય જય એ. ૪૫ વરસ સાત વાચક પદ હુતા, શ્રી ગુરૂની આદેશે સમહૂતા;
રાધનપુર વર પહોતા, જય જય એ. ૪૬.