________________
પુતારે શીકરી શહેર મઝાર, મિલિઆરે અકબરને ગણધાર; બેસીને ગણી કરે એક ઠામ, કહી કુણ ધરમ જુહે અભિરામ. ૬ બોલેરે શ્રીગુરૂ મધુરી વાણ, છૂજે કરી સબ એક જ પ્રાણ; ખયર મહિર એપર તન કેઈ દિલપાકીથી ધરમ જે હઈ. ૭ રજકુરે નરપતિ દીએ બહુમાન, શ્રીગુરૂ પ્રણમી કરે ગુણગાન ષ માસી તવ કીધ અમારિ, નામ જગગુરૂ અતિ ઉદાર. ૮ ગાય બલદ ભેંસ કઈ ન મારે, એનુ બાતે સંબંધ હમારે; શેત્રુંજા તિરથ સેઉ તુહ દીના, પેસ કસી પુસ્તકભી કીના. ૯ કરી કુરમાન એ તતકાલ, શ્રીગુરૂ આણ વહે નિજ ભાલ; વિનય કરી બુલાવે સૂરીશ, દિન દિન બધે અધિક જગીશ. ૧૦ અકબર શીખ લેઈ જબ વળીયા, મન કેરા મરથ સવે ફલીયા) શ્રી પૂજ્ય વિહાર કરતારે આવે, નાગુર નયર ચુમાસું સોહાવે. ૧૧ શ્રી કલ્યાણવિજય ગુણધીર, સનમુખ જઈ પ્રણમે ગુરૂ હીર; ભાવ ધરી રહે શ્રીગુરૂ સંગે, ભગતે સેવ કરે મનરંગે. ૧૨ ઈ|િ અવસરે સંઘપતિ ઈદ્વિરાજ, કરે વિનતિ આવે ગુરૂરાજ; જિન મૂરતિ પ્રાસાદ કરાયા, કીજે પ્રતિકારે ગચ્છપતિ રાયા. ૧૩
દુહા
રાગ ગુડી. કરવા પ્રતિષ્ઠા જિન તણી, અહે આવ્યું નવિ જાય; પભણે જગદ્ગુરૂ હિરજી, મેકલસિલું વિઝાય. શ્રી કલ્યાણવિજય વાચક તણ, ગુણ જપે સૂરીશ, પણિ આવે આસ્તે આવીયા, પજગી મહા મુનીશ. દેઈ આદેશ ચલાવીયા, શ્રી ઉવઝાય વેરાટ; કરી સુપ્રતિષ્ઠા આવજે, વેગે કરી મુનિરા,
ઢાળ ૧૨ મી કલ્યાણવિજય વાચક કૃત વેરાટ પ્રતિષ્ઠા.
પ્રણમી ગુરૂ પાય, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; ચાલે ચમકતુ, જિમ જગતિ ગજરાય. અતિશય મહિમા કરી, કર તું ક્ષેમ કલ્યાણ; રચ તું મહિમા વન, લાવન તણુંરે નિહાણ.
૧૫