________________
ખંભાતે અમદાવાદ શહેરિ, દીઓ ઉપદેશ બહુ નચરિ; પાટણ નયર પ્રસીધ, બિંબ પ્રતિષ્ઠાએ કીધ.
૮૧ પિસહ સામાઈ પડિકમણાં, તપ જપ ઉપપ્પાન ઉજમણું શીલ સમક્તિવ્રત દીજે, લાભ તે અતિ ઘણા લીજે. ૮૨ વાગડ માલવ દેસ, શ્રી પૂજ્ય દીધ આદેશ; નયર મંડાશે એ આદિ, જીત્યું વિપ્રસિઉં વાદ. વાગડ દેશે સંચરીઆ, પ્રણમ્યા દેવ આંતરીઆ કીકાભમ્ દેસ દાણી, શ્રવણે સુણ ગુરૂ વાણ. શ્રી જિનપ્રસાદ રચાવે, બિંબ પ્રતિકાએ કરાવે; દસ જિમાડ રંગરેલ, ઉપરી દીધાં ફરી બોલ. અનુક્રમે ઉજેણે પહૂતા, ભાગા સેવે કુમતિ અધૂતા; પૂરવ પંથ અજુવાલે, કુમતિ પડયા બહુ વાલે. કીધ ઉણ ગુમાસ, પૂરે સેવે સંઘ તણી આસ. મગસીયા ત્રાઈ સંચરીયા, સંઘ બહુ દેશના મિલીયા. ધને કરી ધન દસ માન, રાય એનપાલ બહુ જ્ઞાન; વિત વાવરે શુભ ટાણે, પૂજે ગુરૂ સુવર્ણ નાણે. કરે વલી સંઘવાત્સલ્ય, કાટે દુરિતનાં શલ્ય; જલેબીએ ત્રણ જમણવાર, જિમે બાર બાર માનવ હજાર. ૮૯ વિનવે સોનપાલ રાય, પ્રણમી ગુરૂ તણા પાય; ભદધિ તરિ અને સરિખી, દીક્ષા માગે એ હરખી. આયુબલ જોઈ મુનિરાય, આવે ઉજેણીએ ડાય; દીક્ષા અનશન દીધ, નાથુજીએ એછવ કીધ. નવ દિન અનશન પાલે, દેવ તણા સુખ ભાળે; સેહે માંડવી મંડાણ, કર્યું એકથી પામે વખાણ. માલવા દેશમાં વિવેક, હવે લાભ અનેક; નરનારી ગુણ ગાવે, શ્રાવક ભાવના ભાવે. સારંગપુરાદિક ક્ષેત્ર, શ્રીગુરૂ કીધ પવિત્ર; મંડપાએલ મહા દુર્ગ, જાણિ અભિનવે સ્વર્ગ.