________________
જેનાં મરચાં ઉઠાવાથી શહેરમાં ઉઘમ વેપાર સારે ચાલવા લાગે તે માટે શહેરના શાહુકાર વગેરે લોક ઘણુ ખુશી થયા કે ખુશાલચંદે પિતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાતે ઘણા ખરાબ થયા. એમના વડે આપણાં છોકરાં તથા માણસ તથા માલમીલકત, જણસભાવ, સરવે રહ્યું એવડે એહસાન સર્વના ઉપર એમણે કર્યો. એમને આપણે શું આપવું એવું કીશોરદાસ વલદે રણછોડદાસ તથા અવિચલદાસ વલદ, વલભદાસ તથા મહમદ વલદ અબદુલ તથા હેબાવ અબદુલઆકાં વલદ શાહતભાઈ એ ચાર માતબર શાહુકાર
અને બીજા સરવે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લેક વગેરે મળીને | વિચાર કર્યો અને પોતાની ખુશ રજાવંદીથી મહાલ કટવારની છાપ તથા. કોટમનીઆર શહેર મજકુર અહી આમ દરફતી થઈને માલની કીંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી શિવાય રૈયતની નીશબતે દર સેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશ પરંપરા કરી આપીશું. અમારૂ રાજીનામું કરી આપે છે તથા આ પ્રમાણે કમરૂદીનખાન વછર બાદશાહ દલીવાળાને પરમાણો મોચીનખાન અહીંના સુબા એમને કાગલ શાસહીત તથા શહેરના મુસદ્દી, કાજી, બક્ષિ તથા વિકાએન નગર તથા સવાને નગાર એમને કાગલ શીકા સહીત કરી આપ્યો છે એ પ્રમાણે ભગવટ ચાલતે આવ્યો તે ઉપરાંત અમારા બાપ ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુબા કમાલુદીનખાન બાબી, એમની પાસે સદરહુ પ્રમાણે કાગળ પત્ર જાહેર કર્યા તે ઉપરથી રૈયતની રજાવંદીથી સદામત ભોગવટા પ્રમાણે અમારા નામે કાગળ શાસહીત કરી આપ્યો છે એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયો અને અમે સાહેદ ચાકરીના ઉમેદવાર છીએ તે સાહેબ મહેરબાન થઈ તે પહેલાંની હકીક્ત તથા શાહુકારનું રાજીનામું તથા સુબા તથા મુસદીએ એમના કાગળ તથા ભોગવટ ચાલતે આવ્યો છે તે દિલમાં ઉતારીને આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઈએ માટે તે ઉપરથી દિલમાં લાવતાં એમના વડીલ પુરા પુરવથી એક નીષ્ટાએ શેવા કરતાં આવ્યાં છે તેઓ સાહેબ ચાકરીનાં ઉમીદવાર છે એમનું ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પિતાની રાજી રજાવંદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામું તથા સુબા મસદી એમના કાગળ છે તથા આજ સુધી ભોગવટો ચાલતે આવ્યો છે એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કોટ પારવાને તથા છાપ કોટા મણીઆર તથા શહેર મજકુર આહી આમદ રફતી માલ કીંમત ઠરાવ થશે તે માલ ઉપર સેંકડે ચાર આના પ્રમાણે