________________
૧૭૬
દેશના
હાંરે મ્હારે ગુરૂજી વાંચે સૂત્ર પન્નવણા નામજો, શ્રેતારે સમ હતા સુણે રંગે નેવે રે. લે. હારે હારે પિરસીનંતર પ્રથમ જિહંદ ચરિત્ર જે વાચે રે રસ સારે સાંભળે પરપદારે લેલ; હાંરે મહારે મહાબલ મુનિને આ તિહાં અધિકાર જો, સુણતારે મન ભિનું કુમર તણું તદારે લેલ. હારે હારે અવસર પામી ગુરૂને ભાખે કુમાર, લેઉં દિક્ષા તુમ પાસે તાત જે દે રજા લેલ; હારે હારે ગુરૂ કહે ઉદ્યમ કરે એ તુમ જગ્ય, પણ મન કાચું ન કરવું જનકની સુણી કજારે લે. ૧૧ હાંરે મહારે બીજી ઢાલ રસાળે વ્રતની હોંશી જે, કરતારે સમ હેતે ગયે માશી ઘરે રે લે; હારે હારે માસી આગળ ખાસી વ્રતની વાત; ભાખરે કહે રૂપવિજય સારી પરે રે લે.
વચન સુણી રીઝી ઘણી, માસી જીવી નામ; કહે કહેવું વચ્છ સેહિલું, કરવું દુઃખકર કામ. ધીર હોય તે ધાર સકે, નહિ કાયરનું કામ; કાયર નર જે આદરે, તે તસ ન રહે મામ. તાહરી વય છે નહાનડી, તાતને એક તું પૂત્ર; કિમ અનુમતિ દેશે કહે, રાખવું ઘરનું સૂત્ર. તવ તે કહે માસિ સુણો, શૂરે જે નર થાય; તેહને કુણ રેકી શકે, જઈ સમજાવું તાત. જિન મારગ સમજે નહિ, તે તે ભૂલે ન્યાય પણ મારગ જાણ્યા પછી, કુણ કુપંથે જાય. એમ કહિ નિજ ઘર જઈ કહે, તાતના પ્રણમી પાય; ઘે અનુમતિ વ્રત આદરૂ, શ્રી ગુરૂચરણે જાય. શાહ ગણેશ કરે તદા, એ તુજથી કિમ થાય; ચારિત્ર વચ્છ ન સહિતું, જ્યાં રહેવું નિમાય.