________________
૨
૧૩ર દાંત ખાંતી જઈ કુમારી રયે, વિમલ વસહી જિન વદર, ગામ નગરપુર પાવન કરતા, આવે અમદાવાદ રે. ખી. ૬ ચિંતામણી મહાવીર ઋષભજી, અજીત સંભવ શાંતિનાથજી; વર્ધમાન શીતલ વાસુપૂ, જગવલ્લભ શિવ સાથીજી. પી. ૭
- દુહા સોરઠી. ઈત્યાદિક જિન રાજનગર ભુષણે સમા, પ્રણમે આતમકાજ, ખીમાવિજય ગણી હરખ ધરી. ૧
ઢાલ ૭ મી.
સુણે શાંતિ જિર્ણદસે–એ દેશી. ગણનાયક લખે આ દેશ, પાવન કરે સુરત આ દેશ; સંઘ જુવે તમારી વાટ, દીપા સુવિહીત પાટ. માણીચંદ રૂપ કલ્યાણ, તારાચંદ હેમચંદ જાણ; મોદી માવજી માણેકચંદ, વાંછાગઢવી અધિક આણંદ. ઈત્યાદિક શ્રી સંઘ લેક, ચાહે અમદીનક; વાંચી પત્રને પૂજ્ય પાંગરીયા, ખંભાત જઈ ઉતરીયા. સંઘ સામે આવે ધાઈ આવે તિહાં અધિક વધાઈ સુખસાગર થંભણ પાસ, જગવલ્લભ લીલ વિલાસ. નવપલ્લવ પાસ કંસારી, જીરાઉલ સંપદકારી; મન મેહરી પાસ, અમીઝર ચિંતામણી ખાસ. ઈમ પાસ ઉણેસર દાખા, બીજા પ્રભુ સંથન રાખા; દેરાં ચાલીશને આઠ, તિહાં પૂજાના ઘણા ઠાઠ. તિહાંથી કાવીએ પધાર્યા, ભોંયરામાંહી દેવ જુહાર્યા જંબુસર આવી જિહાંરે, પદ્મ પ્રભુ દીઠા તિહાંરે. ભરૂચે સુવ્રતસ્વામી, આદીસર પાસજી નામ; ચેપે ચેત્યવંદન કીધે, તેહ સુરત વાત પ્રસીધે. સામણીયા સખર બનાવે, પંચ શબ્દાં વાજા મંગાવે; નાહનચંદ મન હરખ નમાવે, પણ પૂજ્યજી નિસ્પૃહ દાવે. ૯ ઉપાસરામાંહી ઉતાર્યા, સુણ વયણાં હું અમૃત ધારા; ગેરી ગૃહયલી થેયલી ગાવે, શાસનપરભાવના થાવે. ૧૦
૧ સ્ત્રીઓ. ૨ ગુરૂ સ્તુતિ,